Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

અનેક રાજ્યોમાં હજુ લાખો ઘરોમાં અંધારપટની સ્થિતી

ગુજરાતમાં તમામ ઘરમાં વીઝળી પહોંચી ચુકી છે : પાંચ રાજ્યોમાં લક્ષ્ય વહેલી તકે પરિપૂર્ણ કરાશે : અહેવાલ

નવી દિલ્હી,તા. ૨ : મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં હજુ પણ લાખો ઘરમાં અંધારપટની સ્થિતી છે. આંકડા પર ધ્યાન આપવામાં આવે તો રાજસ્થાનમાં ૨૦ લાખ, મધ્યપ્રદેશમાં ૪૫ લાખ અને છત્તિસગઢમાં છ લાખ લોકોના ઘરમાં અંધારપટની સ્થિતી છે. દેશના દરેક ઘર સુધી વીજળી પહોંચાડી દેવાની બાબત પડકારરૂપ છે. કેન્દ્રિય ઉર્જા પ્રધાન આરકે સિંહ કબુલાત કરી ચુક્યા છે કે ચાર કરોડ ઘરમાં વીજળી પહોંચાડી દેવાની બાબત ચોક્કસપણે પડકારરૂપ છે. છતાં પણ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો સાથે સહકાર કરીને ડિસેમ્બર ૨૦૧૮ સુધી તમામ રાજ્યોમાં દરેક ઘર સુધી વીજળી પહોંચાડી દેવા માટે કમર કસી છે. આના માટે સંકલ્પ કરવામાં આવ્યા છે. સિંહનુ કહેવુ છે કે આ યોજના પૂર્ણ થઇ ગયા બાદ ભારતીય લોકોના  જીવન ધોરણમાં સુધારો થશે. પાંચ રાજ્યોમાં આ ટાર્ગેટને વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવનાર છે. અરૂણાચલપ્રદેશ, હિમાચલપ્રદેશ,  મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમમાં આ ટાર્ગેટને વહેલી તકે પૂર્ણ કરી લેવાશે. ઉર્જા મંત્રાલયના કહેવા મુજબ આ રાજ્યોના ઘરની સંખ્યા માત્ર પાંચ હજારથી લઇને ૮૧ હજાર સુધી છે. જેથી આ રાજ્યોમાં રહેલા ઘરમાં વીજળી પહોંચાડી દેવાની બાબત સરળ છે. આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, કેરળ, પંજાબ, તમિળનાડુ, પુડ્ડુચેરી એવા રાજ્ય છે જ્યાં દરેક ઘરમાં વીજળી પહોંચાડી દેવાનુ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે. ઉર્જા મંત્રાલય દ્વારા તમામ આંકડા જારી કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં કરોડો ઘર હજુ એવા છે જ્યાં અંધારપટની સ્થિતી છે. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢ સહિત અનેક રાજ્યોેમાં આ ટાર્ગેટને હાંસલ કરવાની બાબત મુશ્કેલરૂપત્છે. જો કે વર્ષ ૨૦૧૮ સુધી તમામ ઘરમાં વીજળી પહોંચાડી દેવાનુ કામ પૂર્ણ કરવામાં આવનાર છે. રાજસ્થાનમાં ૨૦ લાખ લોકો હજુ અંધારપટ હેઠળ રહે છે. દેશના તમામ ઘરમાં વીજળી પહોંચાડી દેવા માટે સરકાર ડિસેમ્બર ૨૦૧૮ની સમયમર્યાદા નક્કી કરી ચુકી છે. હાલમાં પણ ચાર કરોડથી વધારે ઘરમાં વીજળી નથી.ઉર્જા મંત્રાલય દ્વારા આંકડા જારી કરવામાં આવ્યા બાદ સંબંધિત મંત્રાલયને આ દિશામાં વધુ ઝડપથી કામ કરવાની ફરજ પડી શકે છે. કારણ કે કરોડો મકાનો એવા છે જ્યાં વીજળી પહોંચાડી દેવાનુ કામ બાકી છે.

દેશમાં અંધારપટનુ ચિત્ર

         નવી દિલ્હી, તા.૨ : મધ્યપ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં હજુ પણ લાખો ઘરમાં અંધારપટની સ્થિતી છે. આંકડા પર ધ્યાન આપવામાં આવે તો રાજસ્થાનમાં ૨૦ લાખ, મધ્યપ્રદેશમાં ૪૫ લાખ અને છત્તિસગઢમાં છ લાખ લોકોના ઘરમાં અંધારપટની સ્થિતી છે. દેશના દરેક ઘર સુધી વીજળી પહોંચાડી દેવાની બાબત પડકારરૂપ છે.ક્યાં કેટલા રાજ્યોમાં અંધારપટની સ્થિતી છે તે સંબંધમાં આંકડા ઉર્જા મંત્રાલય દ્વારા હાલમાં જારી કરવામાં આવ્યા છે. તમામ ઘરમાં વીજળી પહોંચાડી દેવાની બાબત ચોક્કસપણે પડકારરૂપ છે. હાલ ક્યાં કેટલા ઘરમાં અંધારપટ છે તે નીચે મુજબ છે.

રાજ્ય................................... કેટલા ઘરમાં અંધારપટ

રાજસ્થાન................................................. ૨૦ લાખ

મધ્યપ્રદેશ................................. ૪૪ લાખ ૯૫ હજાર

છત્તિસગઢ................................... છ લાખ ૪૨ હજાર

ઉત્તરપ્રદેશ................................. એક કરોડ ૪૬ લાખ

બિહાર....................................... ૬૪ લાખ ૭૦ હજાર

(12:38 pm IST)