Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

યુપીઃ ભાઇના લગ્ન માટે પરિવાર ખરીદી કરવા ગયો અને ઘરે બે બહેનોને કોઇએ જીવતી સળગાવી દીધી

નવી દિલ્હી તા. ૨ : ઉત્ત્।રપ્રદેશમાં ક્રાઇમ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. પોલીસ સતત નિષ્ફળ જઇ રહી છે. ગઇકાલે ત્રણ જિલ્લામાં પોલીસના એન્કાઉન્ટર બાદ પણ ક્રાઇમ યથાવત છે. હવે સમાચાર છે કે બુલંદશહેરમાં ભાઇના લગ્ન પહેલા જ બે બહેનોનો જીવતી સળગાવી દઇ હત્યા કરાઇ દેવાઇ છે.

એટલે કે ભાઇના લગ્ન પહેલા જ બે બહેનોને ઘરમાં જ જીવતી સળગાવી દઇને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ઘટના ત્યારે બની જયારે આખો પરિવાર લગ્નના સામાનની ખરીદી કરવા માટે દિલ્હી ગયો હતો.

ખરેખર, ૧૮ ફેબ્રુઆરીના રોજ બીવી નગર વિસ્તારમાં લગ્ન થવાના હતા. લગ્નમાં હાજરી આપવા રાહુલના મામાની ૨૨ વર્ષની છોકરી હાપુડના ગામ દરિયાપુરથી શિવાની ગામ બાંહપુર આવેલી હતી.

૧લી ફેબ્રઆરીએ રાહુલના લગ્નના સામાનની ખરીદી કરવા માટે આખો પરિવાર દિલ્હી ગયો હતો. તે દરમિયાન ઘરવાળા શિવાની અને તેના મામાની છોકરી શીલુને ઘરે મુકીને ગયા હતા, પણ જયારે મોડી રાત્રે તેઓ પાછા ફર્યા ત્યારે ઘરના રૂમમાં બન્નેના મૃતદેહ અડધી સળગેલી હાલતમાં પડ્યા હતા, રૂમમાં આગ લાગેલી હતી.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. શીલુના ગળામાં કલચ વાયર બાંધેલો મળ્યો છે. પોલીસ પણ ગળુ દબાવીને હત્યા કર્યા મૃતદેહોને સળગાવી દેવાની વાત માની રહી છે.

(12:37 pm IST)