Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ICUમાં ડોકટર્સના હેલ્પર તરીકે 'રસોઇયા' કરે છે કામ!

મોટી દુર્ઘટના બાદ જ ખૂલશે સરકારની આંખો?

લખનૌ તા. ૨ : ઉત્ત્।રપ્રદેશની સૌથી મોટી હોસ્પિટલ્સમાં જેની ગણના થાય છે તેવી KGMU હોસ્પિટલના ઓપરેશન થિયેટર, ICU, કેથ લેબ અને ક્રિટિકલ કેર વોર્ડમાં સીક એચેન્ડન્ટના પદ પર રસોઈયાઓની નિમણુંક કરાઈ છે. આરોપ છે કે રજિસ્ટ્રારના આદેશ બાદ પાછલા ૩ મહિનામાં ૧૦ રસોઈયાઓની નિમણુંક કરાઈ છે.

આ પ્રકારની વ્યવસ્થાકિય ગડબડીથી કોઈ મોટી દુર્ઘટના ઘટી શકે તેવી શકયતા છે પરંતુ તંત્ર આંખ આડા કાન કરી કામ કરી રહ્યું છે. નિમણૂંક કરવામાં આવેલ આ કુકને કોઈ પ્રકારની હેલ્થ એટેન્ડન્ટની ટ્રેનિંગ આપવામાં નથી આવી જેના કારણે ઓપરેશનના સાધનો સંક્રમિત થવાની શકયતા વધી જાય છે.

સીક એટેન્ડન્ટની જવાબદારી ઓપરેશનના સાધનોની સ્વચ્છતા જાળવવી, ચાલુ ઓપરેશનમાં ડોકટર્સને મદદરૂપ બનવું, દર્દીઓના ડ્રેસિંગ અને ICUમાં તેમની દેખભાળ રાખવાનું કામ સીક એટેન્ડન્ટનું હોય છે. ત્યારે આ સમગ્ર ગેરરીતિનો ખુલાસો KGMUના કર્મચારી સંઘે કર્યો છે.

KGMUના કર્મચારી સંઘના મહામંત્રી પ્રદીપે રજિસ્ટ્રારની મુલાકાત લઈને આ નિર્ણયોનો વિરોધ દર્શાવ્યો હતો. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર સીક એટેન્ડન્ટના પદો પર ઓપરેશન થિયેટર, ICU અને ક્રિટિકલ વોર્ડમાં કામ કરતા કર્મચારીઓને દરેક પ્રકારની ટ્રેનિંગ આપવી અને લેવી ફરજીયાત છે.

કર્મચારી સંઘનું માનીએ તો આ રીતે તહેનાત કરવામાં આવેલ કર્મચારીઓએ કહ્યું કે ઉપકરણોની સફાઈ અને અન્ય કેટલાક કામ તેમને નથી આવડતા અને જેના કારમે ડોકટર્સ અને તેમના વચ્ચે વાદવિવાદ થાય છે. જે અમારૂ કામ જ નથી તેમાં અમે કઈ રીતે પરફેકટ હોઈ શકીએ.

(11:45 am IST)