Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ટીવી શોની TRPમાં છેડછાડ : મીટરમાં ગોટાળા કરી આંકડો વધુ દર્શાવાય છે!!

BARCની ફરીયાદના આધારે પોલીસ તપાસમાં ભોપાળુ ખુલ્યુ

બેંગલુરૃઃ દેશમાં ટીવી દર્શકોની સંખ્યા ગણતી સંસ્થા બ્રોડકાસ્ટર્સ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સીલ ''(BARC)એ આવી ગણતરીમાં ઘાલમેલ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. જે અંતર્ગત ચાલી રહેલી પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ ટીઆરપી જાણવા માટે ઘરોમાં લગાવાતા બુસ્ટરબોક્ષમાં છેડછાડ કરાઇ છે જે મુજબ રાજુ નામક વ્યકિત તથા તેની ટીમ તેમજ એક ટીવી સિરીયલ પ્રોડયુસર સહિત પાંચ વ્યકિતઓ મધુ, સુરેશ જેમ્સી તથા સુભાષને TRP રેટિંગ સાથે છેડછાડ કરવા બદલ બેંગલુરૂ સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે.

આ પાંચ આરોપીઓ પૈકીના મુખ્ય ગણાતા રાજુની સંપતિ ૯૦ કરોડની હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે આ રકમ અમુક ટીવી શો પ્રોડ્યુસર્સ પાસેથી લેવામાં આવી છે કે કેમ તે અંગે હજુ પોલીસને જાણકારી મળી શકી નથી.

તપાસનીશ અધિકારીએ જણાવ્યા મુજબ આ રાજુએ અમુક સિરીયલ પહેલા જોવા માટે પરિવારોને લાંચ આપી હતી તથા તેમનું લાઇટ બિલ પણ ભરી દીધુ હતુ. તથા તેમનું કેબલ બિલ પણ માફ કરી દીધુ હતુ. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.(૩૭.૪)

(11:42 am IST)