Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ઈલેકટ્રોનિક મીડિયાના વધતા વ્યાપ વચ્ચે પ્રિન્ટ મીડિયાના વાંચકોમાં ૯%નો વધારો

ઈન્ડિયન રીડરશીપ સર્વે-૨૦૧૭ દ્વારા બહાર પડાયેલ આંકડાઓ

મુંબઇઃ વર્તમાન સમયમાં ઇલેકટ્રોનિક મીડિયાના વધી રહેલા  વ્યાપ વચ્ચે પણ પ્રિન્ટ મીડિયા એટલે કે અખબાર વાંચકોની સંખ્યામાં ઘટાડો થવાને બદલે છેલ્લા ૪ વર્ષ દરમિયાન ૯ ટકાનો વધારો નોંધાયો છે. 'ઇન્ડિયન રીડરશીપ સર્વે ૨૦૧૭'ની યાદીમાં જણાવાયેલી આ વિગતે અખબાર નવેશોને પ્રોત્સાહિત કરી દીધા છે. એટલું જ નહીં દરેક અખબાર પ્રકાશક પોતાનું વર્તમાનપત્ર સૌથી વધુ ફેલાવો ધરાવતુ હોવાની જાહેરાત સાથે એડવર્ટાઇઝ વધુ મેળવવા અંદરોઅંદર સ્પર્ધા કરી રહ્યું હોવાનું જાણવા મળે છે.દક્ષિણ ભારતમાંથી પ્રસિધ્ધ થતા અંગ્રેજી અખબાર હિન્દુએ પોતે દક્ષિણ ભારતમાં ફેલાવામાં નંબર વન, હોવાનો તો હિન્દુસ્તાન ટાઇમ્સએ મુંબઇ તથા દિલ્હીમાં સૌથી વધુ વંચાતુ હોવાનો, તે જ રીતે હિન્દી ભાષામાં પ્રકાશિત થતા અખબાર હિન્દુસ્તાનએ પોતે ઉતરાખંડમાં નંબર વન હોવાનો દાવો કર્યો છે. મોટા ભાગના અખબારોએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયન સાથે સરખામણી કરી પોતાનો ફેલાવો તેનાથી વધુ હોવાનું જણાવ્યું છે. સામે પક્ષે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ મુંબઇ, દિલ્હી, સહિતના શહેરોમાં હજુ પણ પોતે નંબર વન છે તેમજ તેના વાંચકોમાં સતત વધારો થઇ રહ્યાનો દાવો કર્યો છે.

આમ પ્રિન્ટ મિડીયાના વાંચકોની સંખ્યામાં નોંધાયેલા વધારાનો જશ ખાટવા તથા વિજ્ઞાયનો મેળવી વધુ કમાણી કરવા અખબારો વચ્ચે સ્પર્ધાઓ શરૂ થઇ ગઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.(૩૭.૪)

(2:14 pm IST)