Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

સામાન્ય બજેટમાં મુસ્લિમ મહિલાઓને આકર્ષવાની કોશિષ

લઘુમતી માટે ૪૭૦૦ કરોડની જોગવાઇઃ શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરાશે

મુંબઈ તા. ૨ : કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીએ બજેટ ૨૦૧૮-૧૯માં લઘુમતી બજેટમાં પાછલા વર્ષની અપેક્ષામાં ૫૦૩ કરોડ રૂપિયાની વૃદ્ઘિ કરી ચે. લઘુમતી મામલા માટે બજેટમાં ૪૭૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પાછલા વર્ષે આ બજેટ ૪૧૯૭ કરોડ રૂપિયા હતું. આ બેજટમાં નવી યોજનાઓ શરૂ કરવાની વાત કહેવામાં આવી હતી. સાથે જ મુસ્લિમ મહિલાઓને આકર્ષવાની કોશિશ કરાઈ છે.

બજેટનો મોટો ભાગ શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે. જયારે વિરોધ પક્ષે આ બેજેટને દેખાડો કરનારૃં ગણાવ્યું છે. વિરોધ પક્ષનો આક્ષેપ છે કે લઘુમતી મામલામાં માટે બજેટ નક્કી કરવામાં આવે છે, તે ખર્ચ જ નથી થતું. લઘુમતી યોજનાઓ માટે બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે, કેન્દ્ર સરકારે તેના માટે પોતાની પીઠ થપથપાવી રહી છે.

લઘુમતી મામલામાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ તેને ઐતિહાસિક વધારો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે તેનાથી મુસ્લિમ સમુદાયના શૈક્ષણિક સ્તરમાં સુધારો આવશે. તેમણે કહ્યું કે ૧૬ ટકા મુસ્લિમ મહિલાઓ અધવચ્ચેથી ભણવાનું છોડી દે છે. જોકે, તેમણે એ નથી કહ્યું કે ભણતર અધવચ્ચેથી છોડી દેવા પાછળ આર્થિક કારણ હોય છે.

શિક્ષાને કેન્દ્રમાં રાખીને ૭ નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓ માટે ૨૪૫૩ કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. પૂર્વ માધ્યમિક ધોરણોમાં મુસ્લિમ છોકરાઓ ભણતર વચ્ચે જ ભણવાનું છોડી ન દે, તેના માટે ૯૮૦ કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ૫૨૨ કરોડ રૂપિયાની શિષ્યવૃત્તિ વ્યવસાયિક અને ટેકિનકલ પાઠ્યક્રમોમાં પ્રેવશ લેનારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. મોલાના આઝાદ નેશનલ ફેલોશિપ માટે ૧૫૩ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ સિવાય વિદેશમાં ભણવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

લઘુમતી મામલાના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા નસીમ ખાને આ બેજટને 'જુમલા બજેટ' ગણાવ્યું છે. તેમણે કહ્યું કે મોદી સરકારે તે તમામ યોજનાઓ ખતમ કરી નાખી છે, જે મનમોહન સરકારમાં લઘુમતીઓના હિત માટે શરૂ કરવામાં આવી હતી. સચ્ચર કમિટીની વિનંતિ પછી મનમોહન સિંહે લઘુમતીઓના કલ્યાણ માટે યોજનાઓ શરૂ કરી હતી. નસીમ ખાને કહ્યું કે લઘુમતીને આપવામાં આવતી સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, સરકારે તેને દૂરગામી બજેટ ગણાવ્યું છે. જે ૨૦૨૨ને ધ્યાનમાં રાખીને યોજનાઓ ગણાવી રહી છે.

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના મહાસચિવ મઝફફર હુસૈને કહ્યું કે, આ સરકારે શરૂઆતથી લઘુમતીઓને નજરઅંદાજ કરી છે. અરૂણ જેટલીએ પોતાના આખા ભાષણમાં કયાં લઘુમતીઓનો ઉલ્લેખ નથી કર્યો. મુઝફફર હુસૈને કહ્યું કે બજેટની વાતચીતમાં ત્રણ તલાક અને હજ સબ્સિડીની વાત જરૂર કરાઈ. સરકારે આ વાત હિન્દુ વોટોના તુષ્ટીકરણ માટે કરે છે. બજેટ ભાષણમાં લઘુમતીઓની વાત સરકારે એટલા માટે નથી કરી કારણ કે તેમને લાગે છે કે હિન્દુ ખુશ થઈ જશે.

(11:15 am IST)