Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

નરાધમ પિતાએ ગુજાર્યો બળાત્કાર, ૯ વર્ષની ઉંમરે માતા બની બાળકી!

નવી દિલ્હી તા. ૨ : નવ વર્ષની પુત્રી સાથે બળાત્કાર કર્યા બાદ તેણે બાળકને જન્મ આપ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના પેરુની છે. બાળકી ૮ વર્ષની હતી ત્યારથી તેના પર નરાધમ પિતા દ્વારા બળાત્કાર ગુજારવામાં આવતો હતો. હવે આ બાળકીએ બાળકને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

પેરૂની સ્થાનિક રિપોર્ટ્સ પ્રમાણે આ બાળકી અબોર્શન ન કરાવી શકી કેમ કે, જયારે તેનો ગર્ભ ૫ મહિનાનો થયો ત્યારે પ્રથમ વખત તેની માતાએ આની નોંધ લીધી હતી. ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું. જન્મેલી બાળકી હેલ્ધી હોવાનું પણ કહેવામાં આવ્યું છે.

બાળકીની માતાએ પોતાના હસબન્ડ દ્વારા કરાતા શારિરીક શોષણ વિરુદ્ઘ નવેમ્બરમાં સત્ત્।ાવાર ફરિયાદ નોંધાવી નહોતી જેના કારણે તે પોતાની બાળકીની કસ્ટડી ગુમાવી ચૂકી છે અને ત્યારથી આ બાળકી શહેરની મિશનરીમાં રહે છે.

તબીબી કર્મચારીઓનું કહેવું છે કે ભોગ બનનારને હવે ઉપચાર આપવામાં આવશે જેથી તે તેની પુત્રીને નકારશે નહીં. નરાધમ પિતાને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી જેલમાં પૂરી દેવાયો છે.(૨૧.૮)

(10:08 am IST)