Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

હવે કંપનીઓએ પણ બનાવું પડશે 'આધાર કાર્ડ'

બજેટમાં નાણામંત્રીની જાહેરાતઃ દરેક કંપનીને મળશે 'યુનિક ઓળખ નંબર'

નવી દિલ્હી તા. ૨ : દેશમાં મોટાભાગના નાગરિકો પાસે આધાર નંબર આપી દેવામાં આવ્યા છે હવે સરકાર જલદી કંપનીઓને પણ ઓળખ નંબર આપશે. નાણા મંત્રી અરૂણ જેટલીએ ૨૦૧૮-૧૯નું બજેટ રજૂ કરતી વખતે આ જાહેરાત કરી છે. એટલે કે હવે કંપનીઓએ પણ બનાવવું પડશે 'આધાર કાર્ડ'.

નાણામંત્રીએ કહ્યું કે, 'સરકાર તમામ કંપનીઓને એક યુનીક આઈડી આપવા માટે આધાર જેવી જ યોજના લઈને આવશે.' ઉલ્લેખનિય છે કે સરકાર આધાર દ્વારા સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર અને સબસિડી લીકેજને ઘટાડવામાં મદદ મળી છે. હવે સરકાર 'આધાર કાર્ડ' દ્વારા ખાનગી કંપનીઓના ભ્રષ્ટાચાર અને નકલી કંપનીઓ પર સંકજો કસાશે.

સરકાર પહેલા જ ત્રણ લાખથી વધુ નકલી કંપનીઓના લાયસન્સ રદ્દ કરી ચૂકી છે. સરકારે નોટબંધી બાદ આવી કંપનીઓ સામે કાર્યવાહી કરી હતી.(૨૧.૮)

(11:44 am IST)