Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વ ગજની પ્રાંતમાં તાલિબાન પર હવાઈ હુમલો :26 આતંકવાદીઓ ઠાર :20થી વધુ ઘાયલ

અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વ ગજની પ્રાંતમાં તાલિબાન પર હવાઈ હુમલો કરાયો છે જેમાં 26 જેટલા  26 આતંકવાદીઓ ઠાર મરાયા છે.ખામા પ્રેસના જણાવ્યા મુજબ રાજ્યના ગવર્નરના પ્રવક્તા મોહમ્મદ આરિફ નૂરીએ આતંકવાદીઓના મોતના આંકડાઓની સત્તાવાર પુષ્ટિ કરતાં કહ્યું કે, આ હવાઈ હુમલામાં 20થી વધુ આતંકવાદીઓ ઘાયલ થયા છે. જોકે, હવાઈ હુમલા અંગે તાલિબાનો તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

  અત્રે ઉલ્લેખનીય છે કે,ગજની દેશનો દક્ષિણ-પૂર્વ વિસ્તાર હિંસાગ્રસ્ત પ્રાંતમાં સામેલ છે.આ હવાઈ હુમલો તાલિબાન અને બીજા આતંકી સંગઠનો વિરુદ્ધ થઇ રહેલી ઝુંબેશનો એક ભાગ હતો.

(9:00 am IST)