Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

અમેરિકા, બ્રિટેન, રશિયા અંતિમ ચરણમાં

કોરોના વેકસીન વિશ્વને ટુંક સમયમાં મળશે

નવી દિલ્હી તા. ૧ : કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. એવામાં દરેકની નજર વેકસીન પર ટકેલી છે. ચીન, અમેરિકા, રશિયા સહિત અનેક દેશો વેકસીનના અંતિમ ચરણમાં છે. બીજી બાજુ ભારત વેકસીનના માનવ પરિક્ષણના અંતિમ પરીક્ષણની તૈયારીમાં છે. અમેરિકામાં એક ટીકા પર ચર્ચા માટે ૨૨ ઓકટોબરે વિશેષજ્ઞોની બેઠક હશે. બીજીબાજુ વેકસીન પર થઇ રહેલી કામની પ્રગતિ માટે ઉચ્ચસ્તરીય સમિતિઓ ગઠન કરવામાં આવ્યું છે.

વિશ્વભરના રીસર્ચ ઇન્સ્ટીટયૂટ અને ફાર્મા કંપનીઓ સૌથી વધુ વેકસીન પર કામ કરી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ ચીનની ત્રણ, અમેરિકાની બે, બ્રિટનની એક વેકસીન અંતિમ ચરણમાં છે.

ચર્ચામાં રહેલી રશિયાની સ્પુતનિક-વી વેકસીન સાથે જોડાયેલા એક ટોચના વૈજ્ઞાનિકે જણાવ્યું ૫ હજાર સ્વયંસેવકોને ૯ સપ્ટેમ્બરે રસી મુકવામાં આવી હતી.

(1:40 pm IST)