Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

કેરળમાં કોરોનાનો હાહાકાર :લોકો અત્યંત બેદરકાર : સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું -કડક લોકડાઉનની જરૂરિયાત

લોકડાઉન સમગ્ર જીલ્લા સ્તર પર નહીં પરંતુ શેરીઓ અને ગામડાઓના આધાર પર લગાવવામાં આવવું જોઈએ

નવી દિલ્હી : દેશમાં જીવલેણ કોરોના વાયરસ સંક્રમણના મામલાઓ ઘણી વખત વધે છે તો ઘણી વખત ઘટે છે. આ વચ્ચે નિષ્ણાંતો એ પણ ત્રીજી લહેરની ચેતવણી જાહેર કરી ચૂક્યા છે. ત્યારે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે કેરળમાં આવતા કેસો એ ચિંતા વધારી છે. દેશમાં કોરોનાના વધત સંક્રમણે ચિંતા વધારી છે. કેરળમાં દરરોજે મોટી સંખ્યામાં નવા મામલાઓ સામે આવ્યા છે. આ મામલે સ્વાસ્થ્ય મંત્રાલયના ઉચ્ચ અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ ખરાબ હાલત પર કાબુ મેળવવા માટે કેરળમાં રણનીતિ અંતર્ગત લોકડાઉનની જરૂરીયાત છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જો સખ્ત લોકડાઉન અને કડક કન્ટેનમેન્ટ લાગું કરવામાં આવે તો સપ્ટેમ્બરના મધ્ય સુધી કેરળમાં કોરોના સંક્રમણના વધતા મામલાઓ પણ ઓછા થઈ શકે છે. આ રીતે લોકડાઉન સમગ્ર જીલ્લા સ્તર પર નહીં પરંતુ શેરીઓ અને ગામડાઓના આધાર પર લગાવવામાં આવવું જોઈએ, જ્યાં વધુ લોકો પોઝિટીવ આવ્યા છે. કેરળમાં 85 ટકા કોરોના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. પરંતુ આ દર્દીઓની વ્યવસ્થિત રીતે મોનીટરીંગ નથી થઈ રહી. આ કારણે મામલાઓ વધી રહ્યા છે. કારણ કે તે લોકો સતત ફરી રહ્યા છે અને લોકો વચ્ચે સંક્રમણ ફેલાવી રહ્યા છે.

કેરળ સરકારની તરફથી ઘણા સમય પહેલા કેરળ સરકારને મર્યાદિત લોકડાઉન અંગે સૂચન આપી દીધું છે. વધતા જતા કેસોને જોતા, ગૃહ સચિવની તાજેતરની બેઠકમાં મહત્વના સ્થળોએ લોકડાઉન લાદવાનું પણ કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યમાં કોરોના સંક્રમણને જોતા લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદવાનું સૂચન કર્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે જે જિલ્લાઓમાં વધુ ચેપ વધી રહ્યો છે, ત્યાં કડક પગલાં લેવા જરૂરી છે. કન્ટેનમેન્ટ ઝોનને વધુ સુધારવાની જરૂર છે

(6:19 pm IST)