Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ભારે વરસાદી માહોલ વચ્ચે દિલ્હી-યુપી-હરિયાણા સહિત રાજ્યોમાં આજથી સ્કૂલો ખુલી

૪ સપ્ટેમ્બર સુધી દિલ્હી-યુપી-હરિયાણા-રાજસ્થાન-ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ-વિજળી -ગાજવીજ અને આંધી-તોફાનનું એલર્ટ

ઉત્તર પ્રદેશના મથુરામાં અનેક સ્થળે પાણી ભરાયા : બાળકોને સ્કૂલે જવામાં ભારે મુશ્કેલી : ૪ સપ્ટેમ્બર સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે : સંખ્યાબંધ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ : પશ્ચિમ અને મધ્યભારતમાં વરસાની તીવ્ર ગતિ ચાલુ રહેતો અને પછી ધીમે ધીમે ઘટવાનું શરૂ થશે : અનેક રાજ્યોમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે : ગુજરાત, રાજસ્થાન, હરિયાણાના સંખ્યાબંધ ભાગોમાં વરસાદનું એલર્ટ અપાયું છે.

સવારે દિલ્હી-ગાઝિયાબાદ- અનેસીઆર, ફરીદાબાદ, ગ્રેટર નોએડા, ઇદિરાપુરમ સહિત સર્વત્ર ભારે વરસાદ પડી રહ્યો છે.

હરિયાણાના સોનીપત અને ઉત્તરપ્રદેશના મથુરા સહિત અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે.

રાજસ્થાનમાં આવતીકાલે ૨ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે.

આજે આસામ-મેઘાલયમાં અને ૩-૪ સપ્ટેમ્બરે મિઝોરમ-ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી છે.

આજે અને કાલે  (૧-૨ સપ્ટેમ્બર) ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે.

૧ થી ૪ સપ્ટેમ્બર આંદામાન-નિકોબારમાં ભારે વરસાદની તથા ૨-૩ સપ્ટેમ્બરે તામિલનાડુ-દક્ષિણ કર્ણાટક અને ૨ થી ૪ સપ્ટેમ્બર આંધ્રના અલગ અલગ સ્થળે ભારે વરસાદ પડશે.

હવામાન ખાતાએ પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને હરિયાણા નવા અલગ -અલગ ભાગોમાં વિજળી ત્રાટકવા સાથે તોફાની પવન, ગાજવીજની આગાહી પણ થઇ છે.

(12:06 pm IST)