Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

હેલિકોપ્ટર ઉપર લટકતો દેખાયેલ વ્યકિત તાલિબાની જ હતો : તે ખૂબ જ ઉંચાઇએ ધ્વજ ફરકાવવા માગતો હતો : જો કે સફળ ન થયો

કાબુલ : અમેરિકાએ ૨૦ વર્ષના લાંબા સંઘર્ષ બાદ અફઘાનિસ્તાન છોડી દીધુ છે. ૩૦ ઓગસ્ટે અમેરિકન સેના પુરી રીતે પરત ફરી ગઇ છે, આ દરમિયાન તેને પોતાના કેટલાક હથિયાર, વાહન અને એર ક્રાફ્ટ પણ કાબુલમાં છોડી દીધઆ છે. તે બાદ હવે અફઘાનિસ્તાન પર તાલિબાનનું રાજ શરૂ થઇ ગયુ છે. તાલિબાની શાસનને લઇને તમામ અટકળો લગાવવામાં આવી રહી છે, આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો હતો જયા એક વ્યકિતને હેલિકોપ્ટર પર લટકાવવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે, હવે આ વીડિયોનું સત્ય સામે આવ્યુ છે.

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો કે અમેરિકન સેનાની વાપસી બાદ એરપોર્ટ ઉપર એક હેલિકોપ્ટર ઉડી રહ્યુ હતુ, જેની પર એક વ્યકિત લટકેલો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાન દ્વારા આ વ્યકિતને અમેરિકન સેનાની મદદ કરવાની સજા આપવામાં આવી છે, તાલિબાને પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધુ છે.

આંતરરાષ્ટ્રીય મીડિયામાં કરવામાં આવી રહેલા આ દાવાથી ઉંધુ અફઘાનિસ્તાનના પત્રકારોએ આ વાયરલ વીડિયોનું અલગ સત્ય રજૂ કર્યુ છે.

જે હેલિકોપ્ટર પર આ વ્યકિત ઉંધો લટકેલો હતો, તે અમેરિકન હેલિકોપ્ટર હોક હતુ. સોશિયલ મીડિયા પર તાલિબાની સજાને લઇને કરવામાં આવી રહેલા દાવાથી ઉંધુ જયારે સ્થાનિક પત્રકારોએ આ વીડિયોનું સત્ય જણાવ્યુ તો દરેક કોઇ ચોકી ગયુ હતુ. જે વ્યકિત હેલિકોપ્ટર પર લટકેલો છે, તે આશરે ૧૦૦ મીટર ઉંચો ઝંડો લગાવવાનું કામ કરી રહ્યો હતો. તેને કોઇ સજા નથી આપવામાં આવી, લટકેલો વ્યકિત એક તાલિબાની જ છે, જે ધ્વજ લગાવવા માટે લટકેલો હતો. હેલિકોપ્ટરની મદદથી તેને લટકાવવામાં આવ્યો, જેથી આટલી ઉંચાઇ પર આસાનીથી ધ્વજ લગાવી શકાય. જોકે, વ્યકિત દ્વારા કરવામાં આવેલા પ્રયાસમાં તે સફળ થઇ શકયો નહતો. આ વિડીયોએ ભારે ચકચાટ સર્જેલ.

(12:04 pm IST)