Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

બંગાળમાં દીદી જે રીતે ચોકઠા ગોઠવી રહ્યા છે તે પરથી ભાજપની મહેનત નકામ જતી જણાઇ રહી છે

બંગાળમાં ભાજપને સતત ઝટકા લાગી રહ્યા છે : બંગાળના ધારાસભ્‍ય વિશ્‍વજીતદાસ TMC માં સામેલ

નવ દિલ્હી : ભાજપ છોડીને ટીએમસીમાં સામેલ થયેલા ધારાસભ્ય વિશ્વજીત દાસે જણાવ્યું કે ભાજપમાં રહીને બેચેની થઈ રહી હતી. ભાજપમાં પાર્ટીની સંસ્કૃતિ નથી. આંતરિક ખેંચતાણ ઘણી છે. બીજી તરફ મમતા બેનરજી જે રીતે નેતાગીરી કરી રહ્યા છે અને જે રીતે મમતા બેનરજીનું નામ ઘેર ઘેર પહોંચી રહ્યું છે તેનાથી પ્રેરિત થઈને હું ફરી વાર ટીએમસીમાં પાછો આવ્યો છું.

77 બેઠક જીતનાર ભાજપ પાસે હવે રહી 72

બંગાળ ચૂંટણીમાં 77 બેઠક જીતનાર ભાજપની પાસે હવે 72 બેઠક રહી છે. સોમવારે તન્મય ઘોષ અને હવે વિશ્વજીત દાસે ભાજપ છોડી દીધું છે.

6 મહિનામાં ઉલટી ગંગા, ભાજપે જેવું કર્યું તેવું હવે ટીએમસી કરવા લાગી
આ વર્ષે માર્ચ-એપ્રિલમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે TMC માં મોટી સેંધમારી કરી હતી અને પછી ટીએમસી નેતાઓના ભાજપમાં સામેલ થવાની સ્પર્ધા ચાલી હતી. ચૂંટણીમાં ટીએમસીની જંગી જીત બાદ હવે વિપરીત પવન ફૂંકાઈ રહ્યો છે.

બંગાળની ચૂંટણી પછી, ભાજપના 3 ધારાસભ્યો ભાજપમાં જોડાયા
એક દિવસ પહેલા સોમવારે ભાજપ ધારાસભ્ય તન્મય ઘોષ ટીએમસીમાં પરત ફર્યા હતા. અગાઉ, જૂનમાં, ભાજપના ધારાસભ્ય અને પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય ટીએમસીમાં ફરી જોડાયા હતા. રોય 4 વર્ષ પહેલા TMC છોડીને ભાજપમાં જોડાયા હતા. તન્મય ઘોષ એક દિવસ પહેલા જ TMC માં જોડાયા હતા. બંગાળ ચૂંટણી બાદ કુલ 4 ધારાસભ્યો ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયા છે.

(12:00 am IST)