Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સૂર્યનારાયણના પ્રકોપથી પ્રજા કાળઝાળ ગરમીમાં શેકાઇ રહી છે

લ્યો બોલો... દિલ્હી - રાજસ્થાન - યુપી - પંજાબ સહિત ઉ.ભારતમાં ચોમાસાની ઋતુમાં વરસી રહી છે લૂ

દિલ્હીમાં ૪૩ ડીગ્રી તો નોયડામાં ૪૪, જમ્મુમાં ૪૪, જેસલમેરમાં ૪૫, શ્રીગંગાનગરમાં ૪૬ ડીગ્રી તાપમાન

નવી દિલ્હી તા. ૧ : જુલાઈનો મહિનો શરૂ થઇ ગયો છે. દર વર્ષે આ સમયે લોકોને રાહ હોય છે કે ચોમાસાના વરસાદનીજેથી ગરમીથી લોકોને રાહત મળી શકે. પરંતુ એપ્રિલ અને મે મહિનામાં લાગતી લુ આ વખતે રસ્તો ભટકી ગઈ છે.અને ફરી જૂનના અંતમાં આવી છે.દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, સહિત ઉત્તર ભારતના અનેક રાજયોમાં છેલ્લા કેટલાક દિવસોમાં રેકોર્ડતોડગરમી પડી છે. જેના કારણે લોકોની હાલત ખરાબ છે. જુનના અંતિમ સપ્તાહમાં દિલ્હી-એનસીઆરનાલોકોની સ્થિતિ ખુબજ ખરાબ થઇ છે. બીજી બાજુ જુલાઈના પહેલા દિવસે પણ કોઈ રાહત મળી નથી.

એક બાજુ સૂર્યનો તડકો અને તેના પર ભયંકર ગરમી. ઉત્તરભારતમાંગરમીએ કહેર મચાવ્યો છે. તેનો અંદાજ કેટલાક શહેરોનાતાપમાનથી લગાવામાં આવ્યો છે. દિલ્હીમાં ૪૩ ડોગરી, નોઈડામાં ૪૪ ડિગ્રી, જમ્મુમાં ૪૪ ડિગ્રી, ચુરૂ જેસલમેરમાં ૪૫ ડિગ્રી, શ્રીગંગાનગરમાં ૪૬ ડિગ્રી, લખનૌમાં૩૯ ડિગ્રી તાપમાને દરેકનો પરસેવો છોડાવી દીધો છે. બીજી બાજુ ગરમીના લીધે વીજળીની માંગમાં વધારો થયો છે. બીજી બાજુ ટ્રાન્સફોર્મરનેફૂંકવાની ઘટનાઓ પણ તેજ બની છે.

(11:47 am IST)