Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ચોમાસું ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં આવી શકે તેવા એંધાણ: ૧૧ જૂન પછી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે: વેધરમેન કેન્ની

જાણીતા વેધર મેન કેની જણાવે છે કે કર્ણાટકના કેટલાક ભાગોમાં ચોમાસાનું આગમન થયું છે પરંતુ ખાસ કરીને પશ્ચિમ કિનારાના ભાગોમાં ઝડપથી આગળ વધતા ચોમાસાના વાદળોનો અભાવ જોવા મળે છે.

દરમિયાન ચોમાસું ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં આવી શકે તેવા એંધાણ નજરે પડે છે.
કેની જણાવે છે કે ૧૧ જૂન પછી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેની વિગતો હવે પછી જાહેર કરીશું.
ઓછામાં ઓછા ૧૫ થી ૨૦ મી જૂન સુધી બીઓબી એલપીએ ન હોવાનો મતલબ કે  સમગ્ર દેશમાં એવરેજ વરસાદની અપેક્ષા છે.
 કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા, એપી, કેરળમાં આગામી દિવસોમાં ઉનાળાના પ્રકારનો વરસાદ પડી શકે છે.
૭-૧૧ જૂન વચ્ચે કર્ણાટક અને કેરળમાં કાંઠાના વિસ્તારોમાં  વરસાદનું જોર વધશે પણ બહુ ભારે વરસાદ નહીં હોય..

(12:36 am IST)