Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

નીટ પીજી-2022 પરીક્ષાનું પરિણામ જાહેર

વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ nbe.edu.in પર જોઈ શકે છે.

નવી દિલ્હી : નીટ પીજી-2022 પરીક્ષા 21 મેના રોજ લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખભાઈ  માંડવિયાએ જણાવ્યું છે કે NEET-PGનું પરિણામ આવી ગયું છે. તેમજ કેન્દ્રીય મંત્રીએ NEET-PGમાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. નેશનલ બોર્ડ ઑફ એજ્યુકેશને આ વખતે રેકોર્ડ 10 દિવસમાં જ નીટ-પીજીનું પરિણામ જાહેર કર્યું છે જે વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ nbe.edu.in પર જોઈ શકે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પરિણામની સાથે NEET PG 2022નું કટ-ઓફ પણ બહાર પાડવામાં આવ્યું છે. પરિણામ જાહેર થયા બાદ હવે NBE દ્વારા અલગથી મેરિટ લિસ્ટ જારી કરવામાં આવશે. એવી માહિતી આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓની માર્કશીટ nbe.edu.in વેબસાઇટ પરથી 8 જૂન, 2022ના રોજ અથવા તે પછી ડાઉનલોડ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે, NEET PG પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારો AIIMS, નવી દિલ્હી અને અન્ય કેન્દ્રો, ચંદીગઢમાં PGIMER, પુડુચેરીમાં JIPMER, બેંગલુરુમાં NIMHANS વગેરે સહિતની કોલેજોમાં MD, MS અને PG ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ શકે છે

(11:01 pm IST)