Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

બિહારમાં થશે જાતિ આધારિત વસ્તી ગણતરી:સર્વપક્ષીય બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય: નીતીશકુમારની જાહેરાત

અગાઉ જાતિની વસ્તી ગણતરી કરવા માટેનો પ્રસ્તાવ બિહાર વિધાનસભાના બંને ગૃહો દ્વારા ભૂતકાળમાં બે વખત સર્વસંમતિથી પસાર કરાયા હતા

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવાના મુદ્દા પર આજે બુધવારે મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક થઈ હતી.

મુખ્યમંત્રી સચિવાલયમાં સાંજે 4 કલાકે બેઠક બોલાવામાં આવી હતી. જેમાં બિહારમાં કઈ રીતે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવામાં આવે તેની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી, સાથે જ બાકીના વિષયો પર પણ રાજકીય પાર્ટીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે.

આ બેઠક બાજ નીતિશ કુમારે જાણકારી આપતા કહ્યું કે, સર્વપક્ષીય બેઠકમાં સર્વસંમ્મતિની સાથે બિહારમાં જાતીય વસ્તી ગણતરી કરાવાનો નિર્ણય લીધો છે. ત્યારે આવા સમયે બહુ જલ્દી કેબિનેટની બેઠક હશે, આ ઉપરાંત જાતિય ગણતરી કરાવવા માટે અધિકારીઓ અને કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવશે

જાતિની વસ્તી ગણતરી કરવા માટેનો પ્રસ્તાવ બિહાર વિધાનસભાના બંને ગૃહો દ્વારા ભૂતકાળમાં બે વખત સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં, રાજ્યમાં ચાલી રહેલી વસ્તી ગણતરી અત્યાર સુધી હાથ ધરવામાં આવી નથી. ગયા વર્ષે વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારબાદ નીતિશ કુમાર પણ આ મુદ્દે તેજસ્વીની સાથે દેખાયા હતા.

(8:39 pm IST)