Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

અયોધ્યા અને મથુરા મંદિરની આસપાસ દારૃના વેચાણ પર રોક

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો મોટો નિર્ણય ઃ મથુરા ખાતે ૧ જૂને બીયર અને ભાંગની ૩૭ દુકાનો ઉપર તાળા મરાયા , માંસના વેચાણ ઉપર પણ પ્રતિબંધ

અયોધ્યા, તા.૧ ઃ રામનગરી અયોધ્યા અંગે યોગી સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે ભગવાન શ્રી રામના મંદિરની આસપાસના વિસ્તારમાં દારૃનું વેચાણ થઈ શકશે નહી.

સરકારે આ વિસ્તારની દારૃની દુકાનોના લાયસન્સ રદ કરવામાં આવ્યા  છે. આ સાથે બુધવારના રોજ કૃષ્ણનગરી મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળની આસપાસના વિસ્તારમાં દારૃના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

મથુરાને તીર્થસ્થળ જાહેર કરીને શ્રી કૃષ્ણના જન્મસ્થળની આસપાસના વિસ્તારમાં દારૃ અને માંસના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

મથુરા ખાતે બુધવારના રોજ ૧ જૂન એટલે કે આજથી બીયર અને ભાંગની ૩૭ દુકાનો ઉપર તાળા મારવામાં આવ્ય અને તેના બદલે દૂધ અને દહીંની દુકાનો વધારવામાં આવશે. મથુરા ખાતેની ત્રણ હોટલોના બાર અને બે મોડેલ શોપ ને આજથી ખોલવામાં નહી આવે.

ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં મંગળવારના રોજ આબકારી મંત્રી નિતિન અગ્રવાલે બસપાના સભ્ય ભીમરાવ આંબેડકર દ્વારા પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામમંદિરના આસપાસના વિસ્તારની દારૃની દુકાનોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, '૧૯૬૮ના નિયમ પ્રમાણે આબકારી દુકાનોની સંખ્યા અને સ્થાન જાહેર પૂજા સ્થળ, શાળા, હોસ્પિટલ અને રહેણાંક વસાહતોથી અનુક્રમે ૫૦, ૭૫ અથવા ૧૦૦મીટરના અંતરની અંદર હોય તો તેને લાયસન્સ આપવામાં આવતું નથી.  આ આદેશને ધ્યાનમાં રાખીને અયોધ્યા ખાતેની દારૃની દુકાનો બંધ કરવામાં આવી છે.      

શહનાઝે ચીફ જસ્ટિસ સમક્ષ માંગણી કરી કે મને ભારત જ મોકલી આપો. મહિલાએ કહ્યું, *હું ભારતીય ન્યાયપાલિકા પાસેથી ન્યાય મેળવી લઈશ.* મુખ્ય ન્યાયાધીશે ટ્રાન્સફર અરજી પર પ્રતિવાદીઓને નોટિસ જારી કરી હતી અને સુનાવણી એક સપ્તાહ માટે મુલતવી રાખી હતી. મહિલાની આજીજી બાદ ચીફ જસ્ટિસ ભાટીએ અરજદારને યાદ અપાવ્યું હતું કે કોર્ટ પાસે તેને ભારત મોકલવા માટે વિઝા આપવાનો અધિકારક્ષેત્ર નથી. પત્રકારો સાથે વાત કરતા શહનાઝે કહ્યું કે તેના પૂર્વજો ભારતથી પાકિસ્તાનમાં આવી ગયા હતા. તેમણે કહ્યું કે જ્યારે પણ કોર્ટ તેમની તરફેણમાં કેસનો નિર્ણય કરે છે, ત્યારે કબજેદારોએ ટ્રાયલને આગળ વધારવા માટે આગામી ફોરમ સમક્ષ અપીલ દાખલ કરે છે. જ્યુડિશિયલ એક્ટિવિઝમ પેનલ (જેએપી)ના અધ્યક્ષ એડવોકેટ અઝહર સિદ્દીકીએ જાહેરાત કરી હતી કે તેઓ મહિલાનો કેસ મફતમાં લડશે. વકીલે જણાવ્યું હતું કે આ મિલકતના નિકાલનો મામલો છે કારણ કે મહિલાના પૂર્વજો જ્યારે પંજાબના જલંધરથી પાકિસ્તાન આવ્યા ત્યારે તેમને મકાન ફાળવવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે મહિલાના પડોશમાં રહેતા એક પરિવારે છેતરપિંડી કરીને પ્રોપર્ટીનું ટાઈટલ બદલ્યું હતું. સિદ્દીકીએ કહ્યું કે સેટલમેન્ટ કમિશનરે ચુકાદામાં જાહેર કર્યું કે પ્રતિવાદીઓએ મિલકતનો કબજો લેવા માટે મહિલાના પરિવાર સાથે છેતરપિંડી કરી હતી. પરંતુ મહિલા પોતાની તરફેણમાં અનેક ચુકાદાઓ આપવા છતાં ગેરકાયદેસર કબજેદારો પાસેથી મકાનનો કબજો પાછો મેળવવામાં અસમર્થ રહી છે.

 

(8:07 pm IST)