Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

દિલ્હી હાઈકોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવ્યો : ફરિયાદી મહિલા અને આરોપી વચ્ચે સમાધાન થઇ જતા લગ્નના દિવસે ધરપકડ કરાયેલા પુરુષ સામેનો બળાત્કારનો કેસ રદ કર્યો : દંપતીએ તેમના મતભેદો ઉકેલી લીધા છે અને હવે તેઓ સુખી લગ્નજીવન પ્રતિ પ્રયાણ કરી રહ્યા છે તેવું મંતવ્ય વ્યક્ત કર્યું

ન્યુદિલ્હી : જસ્ટિસ તલવંત સિંહે માનવતાવાદી અભિગમ અપનાવવાનું પસંદ કર્યું, એ હકીકતને ધ્યાનમાં રાખીને કે દંપતીએ તેમના મતભેદો ઉકેલી લીધા હતા અને હવે તેઓ સુખી લગ્નજીવન પ્રતિ પ્રયાણ કરી રહ્યાં છે.

દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં એક વ્યક્તિ વિરુદ્ધ દાખલ કરાયેલ પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) ને રદ કર્યો હતો કે જેની પર તેની પત્ની દ્વારા લગ્નના વચન પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો, તે નોંધ્યા પછી કે દંપતીએ તેમના વિવાદોનું સમાધાન કરી લીધું હતું અને ખુશીથી લગ્નજીવન પ્રતિ પ્રયાણ કરી રહ્યા છે.  [એકે વિ. રાજ્ય અને Ors].

ન્યાયાધીશ તલવંત સિંહે આ કેસમાં માનવતાવાદી અભિગમ અપનાવવા યોગ્ય જોયું, અને ભારપૂર્વક જણાવ્યું કે હવે આ એફઆઈઆર ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી.

અરજદાર અને પ્રતિવાદી - અનુક્રમે ડૉક્ટર અને વકીલ લિવ ઈન રિલેશન સંબંધમાં હતા. દરમિયાન કેટલાક વિવાદો ઉભા થયા હતા જેના કારણે પ્રતિવાદી મહિલાએ અરજદાર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવવાનું કારણ એ હતું કે અરજદારે લગ્નના વચન પર તેની સાથે અનેક પ્રસંગોએ શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.

તેમના માતા-પિતા તેમની સ્થિતિથી વાકેફ હતા અને તેમના લગ્ન કરવા સંમત થયા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)