Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

હિમાચલ પ્રદેશ નેશનલ લો યુનિવર્સિટીમાં કોવિડ-19 નો કહેર : યુનિ.ના ચાન્સેલર અને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા બાદ પરીક્ષાઓ નિર્ધારિત શેડ્યુલ મુજબ ચાલુ રાખવાનો પ્રશાસનનો નિર્ણય : કેમ્પસ બંધ કરવામાં નહીં આવે

હિમાચલ પ્રદેશ : હિમાચલ પ્રદેશ નેશનલ લો યુનિવર્સિટી (HPNLU) ના વિદ્યાર્થીઓ કેમ્પસમાં છૂટાછવાયા પ્રકોપનો શિકાર બની રહ્યા છે. વિદ્યાર્થીઓ દાવો કરે છે કે કોવિદ -19 ફાટી નીકળ્યો હોવા છતાં, પરીક્ષાઓ અને વર્ગો હજુ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.

વિદ્યાર્થીઓની રજૂઆતના અનુસંધાને વહીવટીતંત્રે આજે સવારે રજિસ્ટ્રાર અને વિવિધ કમિટીઓ સાથે બેઠક યોજી હતી જે સમગ્ર બેચમાં વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતી હતી જેથી પરીક્ષાઓ મુલતવી રાખવા અંગે વિચારણા કરવામાં આવી. બાદમાં HPNLU ના ચાન્સેલર અને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એલ નારાયણ સ્વામી સાથે પરામર્શ કર્યા પછી, નક્કી કરવામાં આવ્યું હતું કે પરીક્ષાઓ નિર્ધારિત શેડ્યુલ મુજબ જ થશે, અને કેમ્પસ બંધ કરવામાં આવશે નહીં.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:47 pm IST)