Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

અક્ષયકુમાર અભિનીત ફિલ્મ પૃથ્વીરાજ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં પિટિશન : રાજા પૃથ્વીરાજ રાજપૂત નહીં ગુર્જર હતા : ફિલ્મમાં નાત જાતના ભેદ વિના રાજાને ભારતીય તરીકે દર્શાવવામાં આવ્યા છે : નિર્માતાના વકીલના નિવેદન બાદ અરજીનો નિકાલ કરવામાં આવ્યો

ન્યુદિલ્હી : દિલ્હી હાઈકોર્ટે બુધવારે એવી ફરિયાદનો નિકાલ કર્યો હતો કે અક્ષય કુમાર અભિનીત બોલિવૂડ ફિલ્મમાં 'પૃથ્વીરાજ'ને રાજપૂત તરીકે દર્શાવવામાં આવેલ છે જ્યારે તે હકીકતમાં ગુર્જર હતા. ખંડપીઠે નિર્માતાના વકીલનું નિવેદન નોંધ્યા બાદ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો કે ફિલ્મમાં નાતજાતના ભેદ વિના રાજાને ભારતીય તરીકે દર્શાવવામાં આવ્યા  છે.

કાર્યકારી ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ સચિન દત્તાની બેન્ચે નિર્માતાના વકીલનું નિવેદન નોંધ્યું હતું અને અરજીનો નિકાલ કર્યો હતો.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના વકીલે ધ્યાન દોર્યું કે ફિલ્મમાં રાજાને જ્ઞાતિવાદી નહીં પણ તટસ્થ દર્શાવવામાં આવ્યા છે.

તેણે કહ્યું કે ફિલ્મને સંપૂર્ણ રીતે જોયા પછી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

દરમિયાન, નિર્માતા યશ રાજ ફિલ્મ્સના વકીલે જણાવ્યું હતું કે અન્ય વેબસાઇટ્સની સામગ્રી પર તેમનું નિયંત્રણ નથી, પરંતુ માત્ર તેમના પોસ્ટર છે.

આખરે કોર્ટે નિર્માતાનું નિવેદન નોંધ્યું અને અરજીનો નિકાલ કરવામાં આવ્યો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:35 pm IST)