Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સિંગર કેકેનું મોત કુદરતી કે કૃત્રિમ? બોગસ આયોજનના કારણે સિંગર કેકેની તબિયત લથડી ! સોશ્‍યલ મીડિયા પર કેકેનો અંતિમ વીડિયો વાયરલ

વાયરલ વીડિયોમાં કેકેને કેટલાક લોકો કોન્‍સર્ટમાંથી બહાર લઇ જતા નજરે પડયાઃ ભીડને કંટ્રોલ કરવા તેમના પર ફાયર એક્‍સટિંગ્‍વિશરથી ફોમ છોડવામાં આવ્‍યુ

કોલકાતાઃ ગઇકાલે રાત્રે આવેલા પ્રખ્‍યાત સિંગર કેકેના નિધનના સમાચારને લઇ સમગ્ર દેશ હચમચી ગયુ છે અને સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઇ ગઇ છે ત્‍યારે આજે કેકેના કેટલાક વીડિયો વાયરલ થયા છે. જેમાં કેફે કોન્‍સર્ટ દરમિયાન સ્‍ટેજ પર જ અસહજ જોવા મળે છે અને તેમની તબિયત તે બાદ વધુ બગડતા કેટલાક લોકો તેમને તાબડતોબ હોટલ પરત લઇ જતા નજરે પડે છે. જ્‍યારે આ બાબતે કોલકાતા પોલીસને પણ અકુદરતી મોતની આશંકા છે.

કોલકાતાના ઉલ્ટાડાંગમાં ગુરુદાસ કોલેજના નજરૂલ મંચમાં કોન્સર્ટ દરમિયાન સિંગર કૃષ્ણકુમાર કુન્નથ એટલે કેકેની તબિયત બગડી અને હોસ્પિટલ લઈ જવાયા તે પહેલા જ નિધન થઈ ગયું. શું કોન્સર્ટમાં આયોજનમાં બેદરકારીના કારણે સિંગરનું મોત થયું? આ સવાલ એટલા માટે ઉઠ્યો છે કારણ કે કોન્સર્ટનો એક વીડિયો સામે આવ્યો છે.

કોન્સર્ટમાં લોકોને હિલોળે ચડાવનારા કેકે અચાનક ક્યારે દુનિયાને વિદાય કહી ગયા તે હજુ પણ લોકોને સમજમાં આવી રહ્યું નથી. ગઈ કાલે મોડી રાતે એક કોન્સર્ટ દરમિયાન સિંગર કેકેની તબિયત બગડી. કોલકાતામાં કોન્સર્ટ માટે પહોંચેલા કેકેએ પોતાના દમદાર પરફોર્મન્સથી ત્યાં હાજર લોકોને રોમાંચિત કરી નાખ્યા હતા. શરૂઆતમાં તો કેકે ફૂલ જોશમાં હતા પરંતુ ધીમે ધીમે તેમની તબિયત બગડવા લાગી હતી. એક વીડિયો સામે આવ્યો છે જેના કારણે શોના આયોજન પર સવાલ ઉઠ્યા છે.

અણઘડ આયોજને લીધો ભોગ?

કોલકાતાના ઉલ્ટાડાંગમાં ગુરુદાસ કોલેજના નજરૂલ મંચમાં કોન્સર્ટ દરમિયાન સિંગર કૃષ્ણકુમાર કુન્નથ એટલે કેકેની તબિયત બગડી અને હોસ્પિટલ લઈ જવાયા તે પહેલા જ નિધન થઈ ગયું. શું કોન્સર્ટમાં આયોજનમાં બેદરકારીના કારણે સિંગરનું મોત થયું? આ સવાલ એટલા માટે ઉઠ્યો છે કારણ કે કોન્સર્ટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ભીડને હટાવવા માટે તેમના પર ફાયર એક્સટિંગ્વિશરથી ફોમ છોડવામાં આવ્યું. એવું કહેવાય છે કે ઓડિટોરિયમમાં ક્ષમતા કરતા ત્રણ ગણી વધુ પબ્લિક પહોંચી ગઈ હતી. આયોજકો પણ ભીડને કંટ્રોલ કરવામાં નિષ્ફળ હતા.

કોલકાતા પોલીસને પણ અકુદરતી મોતની આશંકા છે. જેના  અનેક કારણો પણ જણાવાઈ રહ્યા છે. ન્યૂ માર્કેટ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મોતનો કેસ પણ દાખલ થયો છે. ઓડિટોરિયમમાં લોકોની સંખ્યા મર્યાદા કરતા વધુ હતી તે અંગે પોલીસ પણ તપાસ કરી રહી છે. એસી કામ કરતું હતું કે નહીં તે પણ તપાસ થઈ રહી છે. કેકેના બોડી પર ઈજાના નિશાન મળવાથી મિસ્ટ્રી મોત બની ગયું છે. આ ઈજા તેમના મોઢા અને માથે થઈ છે. પોસ્ટરમોર્ટમ બાદ જ મોતના કારણ અંગે જાણી શકાશે.

સ્ટેજ પર અસહજ જોવા મળ્યા કેકે

હાલ સોશિયલ મીડિયા પર કેકેના લાઈવ કોન્સર્ટના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી એક વીડિયો એવો પણ છે કે જેમાં તેઓ રૂમાલથી પોતાનું મોઢુ લુછી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમની તબિયત સારી નથી. તેઓ આમ તેમ જોતા જોવા મળે છે. પાણીની બોટલ પણ ઉઠાવતા જોવા મળે છે. સ્ટેજ પર આમતેમ ટહેલીને સહજ મહેસૂસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

તાબડતોબ હોટલ લઈ જવાયા

કેકે જ્યારે લાઈવ કોન્સર્ટ દરમિયાન સારૂ મહેસૂસ ન હતા કરતા ત્યારે તેમને તરત હોટલ પાછા લઈ જવાયા. વીડિયોમાં કોન્સર્ટમાંથી કેકેને કેટલાક લોકો બહાર લઈ જતા જોવા મળી રહ્યા છે. કેકેની તબિયત સારી નથી તે તેમના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળે છે. તેમના હાવભાવથી જ સ્પષ્ટ થાય છે કે તેઓ અસહજ મહેસૂસ કરી રહ્યા છે. તબિયત વધુ બગડતા કેકેને પછી કોલકાતાના CMRI હોસ્પિટલ લઈ જવાયા પણ કમનસીબે તેમનું નિધન થઈ ચૂક્યું હતું.

સિંગર કેકેના પત્ની જ્યોતિ અને બે બાળકો હાલ કોલકાતા પહોંચી ગયા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ તેમના પત્ની સાથે વાત કરી સંવેદનાઓ વ્યક્ત કરી.

(5:58 pm IST)