Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

૭મું પગાર પંચ: ઉત્તરાખંડના સરકારી કર્મચારીઓ માટે બખ્ખા ! મોંઘવારી ભથ્થામાં મોટો વધારો: પગાર વધશે

સરકારી કર્મચારીઓને વધુ એક મોટા સમાચાર મળ્યા છે. સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે, તેનાથી લાખો કર્મચારીઓને ફાયદો થશે.

ડીએ વધારવાનો નિર્ણય ઉત્તરાખંડ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, હવે અહીં કર્મચારીઓને ૩૧ ટકા (૩૧% ડીએ વધારો)ના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવશે.  કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૧ જુલાઈ, ૨૦૨૧થી લાગુ થશે. આમ આગામી મહિનામાં કર્મચારીઓને પગારની સાથે ખાતામાં મોટી રકમ પણ મળી જશે.

(5:55 pm IST)