Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

બંગાળમાં બોમ્બની હોમ ડિલિવરી થઈ રહી હતી ! પોલીસે ઓનલાઇન ધંધાનો પર્દાફાશ કર્યો

કોલકત્તા: સંભવતઃ પ્રથમ વખત ઓનલાઈન બોમ્બ ખરીદ-વેચાણના આ ધંધાનો પર્દાફાશ થતા પોલીસના પણ હોશ ઉડી ગયા છે.  બોમ્બના કેટલોગ ગ્રાહકોના મોબાઈલમાં મોકલવામાં આવ્યા હતા.  જ્યારે ડીલ ફાઈનલ થઈ ત્યારે બોમ્બની હોમ ડિલિવરી કરવામાં આવી હતી.

પોલીસે બંગાળમાં બોમ્બના ઓનલાઈન ખરીદ-વેચાણના ધંધાનો પર્દાફાશ કર્યો છે.  પોલીસે આ સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે તેનું નામ મકબૂલ શેખ છે.  પોલીસને આરોપીઓ પાસેથી વિવિધ પ્રકારના દેશી બોમ્બની કિંમત ધરાવતો સંપૂર્ણ કેટલોગ મળ્યો છે, જે ગ્રાહકોના મોબાઈલમાં મોકલવામાં આવ્યો હતો.  જ્યારે ડીલ ફાઈનલ થઈ ત્યારે બોમ્બ નિર્ધારિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા.  પેમેન્ટ પણ ઓનલાઈન લેવામાં આવ્યું હતું.

(3:53 pm IST)