Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ચોમાસુ બે ત્રણ દિ'માં ગોવા, દક્ષિણ કોંકણમાં અને ૧૦ જુન પહેલા મુંબઈમાં!

ઘ્ેશમાં આ વર્ષે ૧૦૬ ટકા વરસાદ પડશે

 મુંબઈઃ કેરળમાં વહેલુ એટલે ૨૯મે એ પહોંચી ગયેલ નૈઋત્યનું ચોમાસુ મુંબઈ મેટ્રોપોલીટન રીજીયન (એમએમઆર)માં ૧૦ જૂન પહેલા પહોંચી શકે છે. ભારતીય હવામાન વિભાગે ચોમાસાની બીજા તબકકાની આગાહી કરતા કહ્યું કે આગામી બે થી ત્રણ દિવસમાં  ચોમાસુ ગોવા અને દક્ષિણ કોંકણના વિસ્તારમાં પહોંચી જશે.

હવામાન વિભાગ પૂણેના વડા કે. એસ. હોસ્લીકરે કહ્યું, તેમ નથી પણ એટલી આગાહી ચોકકસ કરી શકાય કે મધ્ય ભારત જેમાં મહારાષ્ટ્રના ચાર હવામાન વિભાગો સામેલ છે. ત્યાં લાંબાગાળાની સરેરાશનો ૧૦૬ ટકા વરસાદ પડી શકે છે. આગામી ૪૮થી ૭૨ કલાકમાં કર્ણાટક, તમિલનાડુ અને કોંકણ તથા ગોવા વધુ કેટલાક ભાગોમાં ચોમાસુ આવી પહોંચવાની પ્રબળ શકયતા છે.

હવામાન વિભાગના ડેટા દર્શાવે છે કે મુંબઈ અને તેની આજુબાજુના કોંકણ વિસ્તારમાં મે મહિનામાં વરસાદ ઓછો પડયો છે. મુંબઈ શહેરમાં મે મહિનામાં સામાન્ય રીતે ૧૫.૬ મીમી વરસાદની સામે આ વર્ષે ૩.૩ મીમી વરસાદ પડયો છે જે ૭૯ ટકા ઓછા છે. જયારે કોંકણમાં તે સામાન્ય ૩૩ મીમીની સામે ૪૭.૩ ટકા ઓછો એટલે કે ૧૭.૩ મીમી પડયો છે.

સુકી પ્રી મોન્સુન સીઝન  છતાં નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી બે મહિનામાં સારો વરસાદ થવાના મજબૂત સંકેતો મળી રહ્યા છે. એપ્રીલ અને મે મહીનામાં કરાયેલ લાંબાગાળાની આગાહીમાં પણ આ વર્ષે મહારાષ્ટ્રમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડવાનું કહેવાયું હતું. ૩૧મે એ કરાયેલ આગાહીમાં કહેવાયું છે કે મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ વિદર્ભ અને દક્ષિણ મરાઠવાડામાં સામાન્ય કરતા વધારે વરસાદ થશે. આ આગાહી અનુસાર મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણમાં ડેમના પાણીને છોડવા માટે ચોકસાઈ પૂર્વકનું આયોજન કરવું પડશે. જેથી જુલાઈ ૨૦૨૧ જેવી પુરની પરિસ્થિતિને ટાળી શકાય.

(3:13 pm IST)