Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને કારણ દર્શક નોટિસ : મુંબઈ કોસ્ટલ મેનેજમેન્ટ બોડીએ જુહુ વિસ્તારમાં આવેલા બંગલામાં અનધિકૃત બાંધકામ બદલ ખુલાસો માંગ્યો : 10 જૂનના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા નિર્દેશ

મુંબઈ : મુંબઈમાં કોસ્ટલ મેનેજમેન્ટ બોડીએ કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન (CRZ)ના નિયમોના કથિત ઉલ્લંઘન બદલ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને 'કારણ બતાવો' નોટિસ જારી કરી છે. આ નોટિસ જુહુ વિસ્તારમાં સ્થિત તેમના બંગલા અંગે જારી કરવામાં આવી છે.

11 જુલાઈ, 2007ના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મુંબઈના બંગલા પર જવાબ માંગવામાં આવ્યો છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે, "આ બાંધકામને 11મી જુલાઈ, 2007ની તારીખના CRZ NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ)ના ઉલ્લંઘન તરીકે કેમ ગણવામાં આવવું જોઈએ નહીં.

અગાઉ, કથિત અનધિકૃત બાંધકામ કેસમાં રાણેને તેમના 'અધીશ' બંગલા અંગે નોટિસ પણ પાઠવી હતી. 24 મેના રોજ ડિસ્ટ્રિક્ટ લેવલ કોસ્ટલ મેનેજમેન્ટ કમિટી દ્વારા જારી કરાયેલી તાજેતરની નોટિસમાં, 'M/s Artline Properties Pvt Ltd'ને વ્યક્તિગત સુનાવણી માટે 10 જૂનના રોજ બપોરે 11 વાગ્યે જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(2:57 pm IST)