Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ શરૂ

રામ મંદિર નિર્માણ માટે આજે ઐતિહાસિક દિવસ : સીએમ યોગીએ રાખી આધારશીલાઃ મંત્રોચ્‍ચાર થયો

અયોધ્‍યા તા. ૧ :.. અયોધ્‍યામાં નિર્માણ પામી રહેલા ભવ્‍ય રામ મંદિર માટે આજનો દિવસ ઐતિહાસીક છે. મુખ્‍યમંત્રી યોગીએ આજે ગર્ભગૃહની આધારશીલા રાખી હતી. આ સાથે જ રામ મંદિર માટે ઘણા વર્ષોથી કોતરકામ થયેલા પથ્‍થરો-શીલાઓનો ઉપયોગ શરૂ થઇ જશે.

આજે સવારે યોગીએ મંત્રોચ્‍ચાર વચ્‍ચે ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ આધારશીલા રાખી હતી. આ સાથે જ ર૯ મે થી શરૂ થયેલ સર્વદેવ અનુષ્‍ઠાનનું સમાપન થયું છે.

આ પહેલા તેમણે હનુમાનગઢી ખાતે પૂજા અર્ચના કરી હતી.

(12:30 pm IST)