Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સોના- ચાંદીની વધતી માંગ :વાયદા બજાર પાછળ હાજર ભાવમાં દબાણ :ચાંદી સ્થિર

સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી હાજર ભાવ અને વાયદામાં વધ-ઘટ જોવાઈ

નવી દિલ્હી : સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી વધ-ઘટ જોવા મળી છે. લગ્નની સિઝન વચ્ચે સોનાની માંગમાં વધારો થઇ રહ્યો છે જેના કારણે સોનાના ભાવ વધવાની શક્યતા સેવાઇ રહી છે. બુલિયન માર્કેટમાં સોના-ચાંદીની જોરદાર ખરીદી થઈ રહી છે.BankBazaar.com મુજબ, આજે એટલે કે બુધવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં 22 કેરેટ સોનાની કિંમત 48,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 51,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે

રાજધાની ભોપાલના બુલિયન માર્કેટમાં ગઈકાલે 22 કેરેટ સોનું રૂ. 48,830 પ્રતિ 10 ગ્રામમાં વેચાયું હતું, જ્યારે 24 કેરેટ સોનું ગઈ કાલે રૂ. 51,270 પ્રતિ 10 ગ્રામમાં વેચાયું હતું.

BankBazaar.com અનુસાર, જો આપણે ચાંદીની વાત કરીએ તો, ભોપાલના બુલિયન માર્કેટમાં મંગવાલને જે ચાંદી 67,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવી રહી હતી, જ્યારે આજે તે 67,500 રૂપિયાના ભાવે વેચવામાં આવશે.

(12:16 pm IST)