Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ભાજપ પ્રવક્તા નૂપુર શર્માના માથા પર એક કરોડનું ઈનામ : AIMIM નેતા દ્વારા ઈનામની જાહેરાત કરતો વિડીયો સોશિઅલ મીડિયામાં વાયરલ : ભારતીય જનતા પાર્ટીના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ ઓવૈસીની પાર્ટીને આતંકવાદી ગણાવી

 

ન્યુદિલ્હી : આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં AIMIM નેતા ભાજપ પ્રવક્તા નુપુર શર્માના માથા પર એક કરોડનું ઈનામ જાહેર કરતા જોવા મળે છે. ભાજપ નેતા તજિન્દર પાલ બગ્ગાએ પણ આ વીડિયો શેર કર્યો છે.

બગ્ગાએ જણાવ્યું હતું કે હોમ મિનિસ્ટર અમિત શાહે આવી જાહેરાત કરનાર વિરુદ્ધ આતંકવાદી તરીકેની કાર્યવાહી કરવી જોઈએ

ભારતીય જનતા પાર્ટીના નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ દાવો કર્યો છે કે AIMIMએ ભગવા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પર 1 કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. તેમણે ઓવૈસીની પાર્ટીને આતંકવાદી ગણાવી, અમિત શાહ પાસેથી કાર્યવાહીની વિનંતી કરી. તેમણે કહ્યું, “AIMIMએ નુપુર શર્માના માથા પર એક કરોડનું ઈનામ જાહેર કર્યું છે. હું અમિત શાહને વિનંતી કરું છું કે તેઓ કૃપા કરીને આ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ આપે.

આ પહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનું કહેવું છે કે તેમને સતત ધમકીભર્યા મેસેજ અને કોલ આવી રહ્યા છે. ધાકધમકી આપતા લોકો તેને અને તેના પરિવારને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. તેણે તેના ટ્વિટર હેન્ડલ પર આરોપીઓના ધમકીભર્યા મેસેજના સ્ક્રીન શોટ પણ શેર કર્યા છે. નૂપુર શર્માએ જણાવ્યું કે તેણે ગુરુવારે એક ન્યૂઝ ચેનલ પર જ્ઞાનવાપી મસ્જિદના મુદ્દા પરની ચર્ચામાં ભાગ લીધો હતો. જ્યાં તેણે તથ્યો સાથે પોતાની વાત રાખી હતી. પરંતુ આ ચર્ચા બાદથી તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ધમકીઓ અપશબ્દોનો ઉપયોગ કરવા સાથે તેમનું અને તેમના પરિવારના સભ્યોનું માથું કાપી નાખવાની ધમકી આપી રહ્યા છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:09 pm IST)