Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

કુતુબમિનાર વિવાદ વચ્ચે હવે હૈદરાબાદના ચારમિનાર પર નવો વિવાદ : કોંગ્રેસ આગેવાન રાશિદ ખાને ચારમિનારમાં ઈબાદત માટે મંજૂરી માંગી : નજીકના મંદિરને 'અતિક્રમણ' અને ગેરકાયદે બાંધકામ ગણાવ્યું : ચારમિનારમાં નમાઝ માટે હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યું

હૈદરાબાદ : કુતુબમિનાર વિવાદ વચ્ચે હવે હૈદરાબાદના ચારમિનાર પર નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના નેતા રાશિદ ખાને ચારમિનારમાં ઈબાદત માટે માંગી મંજૂરી માંગી છે. તથા નજીકના મંદિરને 'અતિક્રમણ' અને ગેરકાયદે બાંધકામ ગણાવ્યું છે.

કુતુબમિનાર વિવાદ વચ્ચે હૈદરાબાદના ચારમિનાર પર એક નવું સંકટ ઊભું થતું જોવા મળી રહ્યું છે. તેલંગાણામાં કોંગ્રેસના નેતાએ સ્મારક પર નમાઝ અદા કરવાની પરવાનગી માંગી છે. આ સાથે જ જો તેમને પૂજા કરવા દેવામાં નહીં આવે તો વિરોધ કરવાની પણ વાત કરી છે. આ અંગે ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે. નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસના નેતાઓ "હૈદરાબાદમાં સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો" પ્રયાસ કરી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, તેલંગાણા કોંગ્રેસના નેતા રાશિદ ખાન વિરોધ માટે હસ્તાક્ષર અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે મંગળવારે દાવો કર્યો હતો કે અગાઉ ચારમિનારમાં નમાજ પઢવામાં આવી હતી. જો કે, બે દાયકા પહેલા અહીં મુસ્લિમોને નમાઝ પઢવા પર રોક લગાવવામાં આવી હતી. મૌલાના અલી કાદરીએ એજન્સીને કહ્યું, 'પહેલા લોકો ચારમિનારમાં નમાઝ અદા કરતા હતા, પરંતુ ચારમિનારમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધા પછી તે બંધ થઈ ગઈ છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:05 pm IST)