Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની તપાસ SIT કરશે:પંજાબ સીએમ ભગવંત માને આપ્યા આદેશ

, આઈજી (ભટિંડા રેન્જ) પ્રદીપ યાદવે ત્રણ સભ્યોની એસઆઈટીની રચના કરી

નવી દિલ્હી :પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ડીજીપી વીકે ભાવરાના નિર્દેશ પર સિદ્ધુ મુસેવાલાની હત્યાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આઈજી (ભટિંડા રેન્જ) પ્રદીપ યાદવે ત્રણ સભ્યોની એસઆઈટીની રચના કરી છે. SP (તપાસ) ધરમવીર સિંહ, ભટિંડા DSP (તપાસ) વિશ્વજીત સિંહ અને માનસાના સીઆઈએ ઈન્ચાર્જ પૃથ્વીપાલ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇને કસ્ટડીમાં લીધો છે. મુસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈનું નામ ઉછળતા તેની પોલીસે જેલમાંથી ધરપકડ કરી છે. હાલમાં બિશ્નોઈ તિહાર જેલમાં કેદ છે અને તેને પોલીસ એન્કાઉન્ટરનો ડર સતાવી રહ્યો છે અને તેણે હાઈકોર્ટમાં અરજી પણ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે લોરેન્સને પાંચ દિવસની કસ્ટડીમાં લીધો છે. આરોપ છે કે સિદ્ધુ મૌસેવાલાની હત્યાનું ષડયંત્ર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બ્રારે રચ્યું હતું.

(11:47 pm IST)