Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

હવે PNB ખાતાધારકોને ચૂકવવો પડશે વધુ ચાર્જ : ઘણી સર્વિસની ફીમાં વધારો કરાયો

RTGS-NEFT ચાર્જમાં કર્યો વધારો : RTGSના નિયમોમાં ફેરફાર

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેન્કે NEFT (નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર), RTGS (રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ)ના ચાર્જમાં વધારો કર્યો છે. આ વધારો 20 મે, 2022થી લાગુ. પીએનબીએ નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ ઇ-મેન્ડેટના ચાર્જમાં પણ ફેરફાર કર્યો છે.

પીએનબી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઓફલાઇન ટ્રાન્ઝેક્શન માટે આરટીજીએસની ફી વધારીને 24.50 રૂપિયા અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે 24 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે અગાઉ શાખા સ્તરે ટ્રાન્ઝેક્શનમાં ઓફલાઇન ટ્રાન્ઝેક્શન માટે આરટીજીએસની ફી 20 રૂપિયા હતી. આ ઉપરાંત 5 લાખ રૂપિયા કે તેથી વધુની રકમના આરટીજીએસ ચાર્જને વધારીને 49.50 રૂપિયા કરવામાં આવ્યા છે, જે અગાઉ 40 રૂપિયા હતા. ઓનલાઇન ફી વધારીને 49  રૂપિયા કરવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંચાલિત નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)ના ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે. PNB ની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, "ઓનલાઇન શરૂ થયેલા એનીએફટી  ફંડ ટ્રાન્સફર માટે બચત ખાતાધારકો પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી." તમને જણાવી દઈએ કે પીએનબીની બહારના બચત ખાતા અને અન્ય વ્યવહારો પર એનીએફટી  ચાર્જ લાગુ પડે છે.

-પીએનબી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર 10,000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર એનઇએફટી ફી 2.25 રૂપિયા થઇ ગઇ, જે પહેલા 2 રૂપિયા હતી. આ માટેની ઓનલાઇન ફી 1.75 રૂપિયા થઈ ગઈ છે.
-આ અંતર્ગત રૂ.10,000/-થી વધુ અને રૂ.1  લાખ સુધીની રકમની બ્રાન્ચ લેવલે ટ્રાન્ઝેકશનની ફી રૂ.4 થી વધારીને રૂ.4.75 કરવામાં આવી છે, જ્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે રૂ.4.25 ફી નક્કી કરવામાં આવી છે.
-આ સાથે જ 1 લાખ રૂપિયાથી વધુ અને 2 લાખ રૂપિયા સુધીનો

(11:24 pm IST)