Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી :ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ મેળવ્યા

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ મેળવ્યા:. મુસેવાલા મર્ડર કેસમાં બિશ્નોઈની પૂછપરછ કરશે

પંજાબ કોંગ્રેસના નવોદિત ચહેરા અને સેલિબ્રિટી ગાયક સિદ્ધુ મૂસેવાલાની રવિવારે 24 ગોળીઓ ધરબીની હત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો આ હત્યાની જવાબદારી લોરોન્સ બિશ્નોઈના ગેંગસ્ટરે કરી લીધી હતી. આ સ્થિતિ વચ્ચે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ મેળવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્પેશિયલ સેલ મુસેવાલા મર્ડર કેસમાં બિશ્નોઈની પૂછપરછ કરશે.

    પંજાબમાં અનેકવિધ વિદ્યાર્થી સંગઠનો વચ્ચેનું ઘર્ષણ એટલું તીવ્ર છે કે રાજ્યમાં કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ સદંતર ખાડે ગયેલી છે. મૂસેવાલાની હત્યા અગાઉ વિક્રમસિંઘ મિદુખેરા નામના વિદ્યાર્થી આગેવાનની હત્યાનો બદલો હોવાનું કહેવાય છે. મિદુખેરા પોતે પણ માથાભારે અને બંદુકબાજીના શોખીનની છાપ ધરાવતો હતો. તે પંજાબ યુનિ.ના સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશનનો પ્રમુખ હતો. અગાઉ પ્રમુખ રહી ચૂકેલા માથાભારે ડોન લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારનો ખાસ ગણાતો હતો. સિદ્ધુ મૂસેવાલ અને મિદુખેરા વચ્ચે અણબનાવ થતાં મૂસેવાલના શૂટરોએ ગાડીમાં બેસવા જતાં મિદુખેરાને પૂરી 20 ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. હવે એ જ સ્ટાઈલથી મિદુખેરાના ગોડફાધરે મૂસેવાલાને ખતમ કર્યો છે

(10:00 pm IST)