Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

IPLની ઓપનિંગ સેરેમનીમાં મંદિરા બેદીએ સૌને 50 વર્ષની ઉંમરે પણ ફિટનેસથી ચોકાવ્યા

મંદિરા બેદીએ 2003 વર્લ્ડ કપ દરમિયાન ક્રિકેટ હોસ્ટ તરીકે ચાહકોના દિલ જીત્યા હતા:મંદિરા જીમમાં ખૂબ પરસેવો પાડે છે: યોગા કરે છે અને તેનો આહાર ખૂબ જ સંતુલિત છે

અમદાવાદ:કહેવાય છે કે ઉંમર માત્ર એક નંબર છે. બોલિવૂડ અભિનેત્રી, મોડલ અને એન્કર મંદિરા બેદીએ આ કહેવત ફરી એકવાર સાબિત કરી છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLના મંચ પર મંદિરા બેદી જોવા મળી ત્યારે દર્શકો જોતા જ રહી ગયા. મંદિરાએ સુંદર ડ્રેસ પહેર્યો હતો અને તે ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. પરંતુ સૌથી મોટી વાત એ છે કે તેનું શરીર 50 વર્ષની ઉમંરમાં પણ શેપમાં દેખાતું હતું.

તમને જણાવી દઈએ કે મંદિરા બેદી 50 વર્ષની છે પરંતુ તેમની ફિટનેસના કારણે તેમની ઉંમર મોટી લાગતી નથી. ભલે IPLની ઓપનિંગ સેરેમનીમાં અરિજિત સિંહ, રશ્મિકા મંદન્ના અને તમન્ના ભાટિયા જેવા મોટા નામોએ પરર્ફોર્મ કર્યું, પરંતુ મંદિરા બેદીએ સૌને ચોંકાવી દીધા હતા.

 

મંદિરા બેદી 2003 વર્લ્ડ કપ દરમિયાન ક્રિકેટ હોસ્ટ તરીકે પ્રખ્યાત થઈ હતી. તેની એન્કરિંગે ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા. આના આધારે તેણે ઘણું નામ કમાવ્યું, પરંતુ આજે મંદિરા તેની ફિટનેસ માટે પણ જાણીતી છે.

 

મંદિરા બેદી જીમમાં ખૂબ પરસેવો પાડે છે. તે યોગા કરે છે અને તેનો આહાર ખૂબ જ સંતુલિત છે. આ જ કારણ છે કે મંદિરાની ઉંમર થંભી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તે ભલે 50 વર્ષની થઈ ગઈ હોય, પરંતુ તેની ફિટનેસ અને તેના ચહેરા પરની ચમક જોઈને તેની ઉંમર જાણી શકાતી નથી.

 

IPLની ઓપનિંગ સેરેમનીની વાત કરીએ તો તેની શરૂઆત અરિજીત સિંહના શ્રેષ્ઠ ગીતોથી થઈ હતી. આ પછી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્નાએ પોતાના પરફોર્મન્સથી ધમાલ મચાવી હતી.

(9:01 pm IST)