Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

પહેલી વાર GST કલેક્શન 1.60 લાખ કરોડને પાર: માર્ચમાં સૌથી વધારે રિટર્ન ફાઈલિંગ થયા

માર્ચમાં અર્થવ્યવસ્થામાં બે મોટા રેકોર્ડ

નવી દિલ્હી:માર્ચમાં જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.60 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. નાણા મંત્રાલયે એક રિલીઝ જાહેર કરીને આ વિશે જાણકારી આપી છે. માર્ચ 2023 માં ગ્રોસ જીએસટી રેવન્યુ કલેક્શન 1,60,122 કરોડ રૂપિયા રહ્યું હતું. તેમાંથી સીજીએસટી 29,546 કરોડ રૂપિયા, એસજીએસટી 37,314 કરોડ રૂપિયા, આઇજીએસટી 82,907 કરોડ રૂપિયા (માલની આયાત પર એકત્રિત 42,503 કરોડ રૂપિયા સહિત) અને 10,355 કરોડ રૂપિયાનો સેસ છે. (જેમાં માલની આયાત પર એકઠા થયેલા 960 કરોડ રૂપિયા નો સમાવેશ થાય છે). ચાલુ નાણાકીય વર્ષમાં માર્ચમાં ચોથી વખત જીએસટી કલેક્શન 1.50 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું. જીએસટી લાગુ થયા બાદ આ બીજા નંબરનું સૌથી મોટું કલેક્શન છે. માર્ચ મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ આઇજીએસટી કલેક્શન નોંધાયું હતું.

સરકારે આઇજીએસટીથી સીજીએસટીને 33,408 કરોડ અને એસજીએસટીને રુ. 28,187 કરોડની નિયમિત પતાવટ કરી છે. આઈજીએસટી સેટલમેન્ટ બાદ માર્ચ 62માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક સીજીએસટી માટે 954,33 કરોડ રૂપિયા અને એસજીએસટી માટે 408,28 કરોડ રૂપિયા હતી.

 

માર્ચ 2023માં ઈકોનોમીમાં બે મોટા રેકોર્ડ થયાં છે. પહેલી વાર જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડ થયું છે તો બીજી તરફ રિટર્ન ફાઈલિંગ પણ સૌથી વધારે રહ્યું છે. માર્ચ  2023માં જીએસટી આવક ગત વર્ષના આ જ મહિનાની જીએસટી આવકની તુલનામાં 13 ટકા વધારે છે. માર્ચ 2023 દરમિયાન રિટર્ન ફાઈનલિંગ અત્યાર સુધીનું સૌથી વધારે રહ્યું છે.

(7:18 pm IST)