Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

પિતાનો ઠપકો પુત્રી માટે જીવલેણ નિવડ્યો

તમિલનાડુમાં 'ઇન્સ્ટા ક્વીન' પ્રતિક્ષાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

9 વર્ષની પ્રતિક્ષા સોશિયલ મીડિયામાં સક્રિય હતી: રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી

નવી દિલ્હી: બાળકોમાં નજીવી બાબતે આત્મહત્યા કરવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે તેવામાં તમિલનાડુમાં એક 9 વર્ષની 'ઇન્સ્ટા ક્વીન' કહેવાતી છોકરીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.

મળતી વિગતો પ્રમાણે છોકરીનું નામ પ્રતિક્ષા છે અને તે તમિલનાડુના પેરિયાકુપ્પમની રહેવાસી છે. પ્રતિક્ષાને તેના માતા-પિતાએ અભ્યાસ બાબતે ટકોર કરતા લાગી આવતા આત્મઘાતી પગલું ભર્યું હતું. 9 વર્ષની પ્રતિક્ષા સોશિયલ મીડિયામાં વધુ સક્રિય હતી. તે રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી હતી. પ્રતિક્ષાના પાડોશીઓ તેને 'ઇન્સ્ટા ક્વીન' કહેતા હતા. 

તમિલનાડુના પેરિયાકુપ્પમની રહેવાસી પ્રતિક્ષા નામની યુવતીને જ્યારે તેના માતા-પિતાએ ભણવાનું કહ્યું ત્યારે તેણે આ પગલું ભર્યું હતું. પ્રાપ્ત સુત્રો મુજબ પ્રતિક્ષાના પિતા કૃષ્ણમૂર્તિએ દીકરીને રમતી જોઈ અને તેને ઘરે જઈને અભ્યાસ કરવાનું કહી ઘરની ચાવી આપી. આ પછી તેઓ કોઈ કામે બહાર ગયા હતા અને રાત્રે લગભગ 8.15 વાગે પરત ઘરે પહોંચ્યા હતા. ઘરે પાછા આવ્યા બાદ તેમની પુત્રીને દરવાજો ખોલવાનું કહ્યું હતું. પરંતુ દિકરી જવાબ ના આપતા કૃષ્ણૂર્તિ ગભરાઈ ગયો. પિતા ઘરની પાછળની બારી તોડીને અંદર ગયા અને જોયું તો તેમની પુત્રીએ  ટુવાલ વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જો કે હોસ્પિટલવાળાએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે આ પહેલા પણ 10 વર્ષ નાના બાળકે આત્મહત્યા કર્યાનો કિસ્સો સામે આવ્યો હતો. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક 10 વર્ષના બાળકે મોબાઈલ પર ગેમ રમવાની ના પાડતા આત્મહત્યા કરી હતી. માતાના ઠપકા બાદ માસૂમ બાળકે આત્મહત્યાનું પગલું ભર્યું હતું. 

 

(10:56 pm IST)