Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

સેંસેક્સ ૨૪૪ પોઇન્ટ ઘટી ૩૩,૮૧૩ની સપાટી ઉપર

નવા વર્ષના પ્રથમ દિવસે શેરબજારમાં મંદી રહી : નિફ્ટી ૯૫ પોઇન્ટ ઘટીને ૧૦૪૩૬ની નીચી સપાટીએ રહ્યો : વેચવાલીના પરિણામે મંદી રહેતા નિરાશા દેખાઇ

મુંબઇ,તા. ૧ : શેરબજારમાં વર્ષ ૨૦૧૮ના પ્રથમ દિવસે આજે મંદીનુ મોજુ ફરી વળતા કારોબારીઓ નિરાશ થયા હતા. પ્રથમ દિવસે મંદી માટે કેટલાક પરિબળો જવાબદાર દેખાયા હતા. પ્રથમ દિવસે વેચવાલી જોરદાર રહી હતી. કારોબાર શરૂ થતાની સાથે જ નિરાશા વ્યાપી ગઇ હતી. બેંક, આઇટી અને ઓટો શેરમાં મંદી રહી હતી. ડિસેમ્બર ૨૦૧૭ માટેના વેચાણના આંકડા ઓટો કંપની દ્વારા હવે જારી કરવામાં આવનાર છે. જેને લઇને કારોબારીઓ અને સંબંધિત લોકો ઉત્સુક દેખાઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે વિદેશી રોકાણકારો દ્વારા આ મહિનામાં સ્થાનિક ઇક્વિટીમાંથી ૫૯૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યાછે. ફિસ્કલ ડેફિસિટનો આંકડો સતત વધી રહ્યો છે. સાથે સાથે ક્રુડ ઓઇલનીકિંમતમાં ફરી એકવારપ વધારો થઇ રહ્યો છે. આ તમામ પરિબળો વચ્ચે શેરબજારમાં પ્રતિકુળ અસર થઇ રહી છે. માઇક્રો ઇકોનોમિક મોરેચે કારોબારીઓ હાલમાં સાવધાન થયેલા છે. હવે સામાન્ય બજેટ સુધી રોકાણકારો વધારે રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી. કારોબારીઓ રાહ જોવા માટે ઇચ્છુક છે. તેઓ જોખમ લેવા માટે તૈયાર નથી. બજેટમાં આ વખતે સરકાર કેટલાક લોકલક્ષી પગલા લઇ શકે છે. કારણ કે મોદી સરકાર વર્તમાન સરકારમાં અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરનાર છે. ત્યારબાદ લોકસભાની ચૂંટણી આવનાર છે. આવી સ્થિતીમાં સરકારની પાસે આ વખતે પૂર્ણ બજેટમાં તમામ વર્ગને ખુશ કરવાની અંતિમ તક છે. ખાસ કરીને નારાજ દેખાઇ રહેલા ખેડુતોને ખુશ કરવાની છેલ્લી તક છે. ડિસેમ્બર મહિનામાં જોરદાર દેખાવ છતાં વિદેશી રોકાણકારોએ આ વર્ષની પુર્ણાહુતિ ૫૧૦૦૦ કરોડના રોકાણ સાથે થઇ છે. મ્યુચ્યુઅલ ફંડમાં આ વખતે કારોબારી અને સામાન્ય લોકો વધારે આકર્ષિત થયા છે. આજે ટીસીએસના શેરમાં સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓછા અંતરથી જીત મળ્યા બાદ મોદી સરકાર લોકસભાની ચૂંટણી પહેલા ઝડપી લોકલક્ષી પગલાની દિશામાં આગળ વધી રહી છે.

(7:22 pm IST)