Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

આવતી કાલથી બદલાઈ જશે અફઘાનિસ્તાન:તાલિબાનરાજમાં થશે આ પ્રકારે ફેરફાર

નવી દિલ્હી: 31 ઓગસ્ટ બાદ અફઘાનિસ્તાનમાં શું થશે. આ એવી પરિસ્થિતી છે, જે અંગે કોઈ પાસે જવાબ નથી. 31 ઓગસ્ટે અમેરિકા અને નાટોની સેનાનો પરત થવાની ડેડલાઈન છે. તાલિબાને સ્પષ્ટ કહિ દિધું છે કે, તે આનાથી વધુ સમય અમેરિકાને આપી શકે તેમ નથી. હાલ તાલિબાનના ફાઈટર્સ કાબૂલ એરપોર્ટની બહારના ભાગમાં હાજર છે. જ્યારે, આંતરિક સુરક્ષાની જિમ્મેદારી અમેરિકાની સેનાના હાથમાં છે. જેની નજર હેઠળ જ એરપોર્ટનું સંચાલન થઈ રહ્યું છે. પરંતુ, બુધવાર પછી અહીંની સ્થિતી બદલાઈ જશે. તાલિબાનના કાબૂલ પર કબ્જા બાદ ત્યાંની પરિસ્થિતી દિવસેને દિવસે બદથી બદતર થતી જઈ રહી છે. કાબૂલના લોકો તેમાં પણ ખાસ કરીને કાબૂલ એરપોર્ટ નજીક રહેતા લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. તેમના માટે ચારેય બાજુથી મુશ્કેલીઓના વાદળો ઘેરાઈ રહ્યા છે. કેમ કે લોકોને નથી ખબર કે તેઓ અફઘાનિસ્તાનની બહાર નીકળી શકશે કે નહીં. બીજી બાજુ ત્યાના લોકોને પોતાની સુરક્ષાની પણ ચિંતા સતાવી રહી છે. જ્યારે, અહીંના લોકો હવે મુંઝવણમાં છે કે, 31મી ઓગસ્ટ પછી આગળ તેમનું શું થશે.

(5:28 pm IST)