Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ચીને શિક્ષણ વ્યવસ્થા અંગે વ્યાપક સુધારા લાગુ કર્યા હોવાની માહિતી

નવી દિલ્હી: ચીને શિક્ષણ વ્યવસ્થા અંગે વ્યાપક શિક્ષણ સુધારા લાગુ કર્યા છે. આ અંતર્ગત છ અને સાત વર્ષ સુધીના બાળકોની લેખિત પરીક્ષા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેનો હેતુ બાળકો અને માતાપિતા પર દબાણ ઘટાડવા માટેનો છે. એવું માનવામાં આવે છે કે આથી માતાપિતાને વધુ બાળકોને જન્મ આપવા માટેનો સમય મળશે.

સોમવારે બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જેના કારણે વારંવાર લેવાતી પરીક્ષાઓ ... જેના કારણે વિદ્યાર્થીઓ પર ઘણો બોજ પડતો હતો. તેને શિક્ષણ મંત્રાલય દ્વારા દૂર કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે નાની ઉંમરમાં જ વિદ્યાર્થીઓ પર દબાણ તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ સિવાય જુનિયર હાઈસ્કૂલ સુધીની લેવાતી પરીક્ષાઓ પણ મર્યાદિત કરવામાં આવી છે. આ પગલાં ચીનના શિક્ષણ ક્ષેત્રે વ્યાપક સરકારી સુધારાઓનો એક ભાગ છે.

(5:27 pm IST)