Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

કમર ૯૫ ઇંચ : વજન ૨૪૨ કિલો : અને તોય આ મહિલા હજુ વધુ જાડી થવા માંગે છે !

અમેરિકાની આ મહિલાની વિચારસરણી અન્ય મહિલાઓથી એકદમ અલગ છે.  આ મહિલા વિશ્વની સૌથી જાડી મહિલા બનવા માંગે છે. પેન્સિલવેનિયાની ૪૬ વર્ષીય મહિલા બોબ્બી તેના પોતાના જાડાપણા ના એટલા બધા પ્રેમમાં છે કે તે સતત પોતાનું વજન વધારવા માંગે છે, આ માટે તેને જે પણ કરવું પડે, તે માટે તૈયાર છે.

આ મહિલાનું નામ બોબ્બી છે.  વજન હાલમાં ૨૪૨ કિલોની આસપાસ છે અને તેની કમરનું માપ ૯૫ ઇંચ છે.  બોબીનું સ્વપ્ન વિશ્વની સૌથી જાડી મહિલા બનવાનું છે.  તે દરરોજ ખૂબ ખોરાક લે છે, એટલું જ નહીં તેણીને આશા છે કે ટૂંક સમયમાં તે વિશ્વ રેકોર્ડ તોડશે.

રિપોર્ટ અનુસાર, બોબીના આહારમાં કાર્બોહાઈડ્રેટની માત્રા ઘણી વધારે છે.  તે ખૂબ  જંક ફૂડ આરોગે છે.  તેનો આહાર અત્યંત બિનઆરોગ્યપ્રદ છે.  બોબીએ કહ્યું કે તે જાણતી હતી કે તેણે તંદુરસ્ત ખાવું જોઈએ, પરંતુ તે આવું કરી શકી નહીં.  તેનું લક્ષ્ય તેની કમર ૯૯ ઇંચ બનાવવાનું છે.

આ બધું હોવા છતાં ડોક્ટરોની એક ટીમે બોબીને ડાયેટ કંટ્રોલમાં રાખવા ચેતવણી આપી છે.  તે કહે છે કે આ ડાયેટ તેના માટે ખૂબ જ ભારે પડી શકે છે.  એટલું જ નહીં, ડોક્ટરોએ બોબીને કહ્યું કે જો તેમનું વજન આ રીતે વધતું રહ્યું તો તેમનો જીવ પણ જઈ શકે છે.  પણ બોબીને વાંધો નથી. તે કોઈપણ ભોગે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંગે છે.

રસપ્રદ વાત એ છે કે બોબીને લગ્નની ઓફરો પણ સતત મળતી રહે છે.  બોબી પાસે લગ્નના ઘણા પ્રસ્તાવો આવ્યા છે.  પરંતુ તે પહેલેથી જ પરિણીત છે.  તેણે કહ્યું કે લોકો તેને ખૂબ પ્રેમ કરે છે.  સોશિયલ મીડિયા પર બોબીના લાખો ચાહકો છે.  બોબી કહે છે કે તેની સ્થૂળતા તેની ઓળખ છે અને તે કોઈપણ કિંમતે તે જાળવી રાખવા માંગે છે..

(10:14 am IST)