Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ન્યુયોર્ક: 3 વર્ષીય બાળક બન્યું બહુમાળી ઇમારતમાં આગ લાગવાનું કારણ

નવી દિલ્હી: અમેરિકાના ન્યુયોર્કમાં એક બહુમાળી ઇમારતમાં તાજેતરમાંજ લાગેલ આગનું કારણ એક ત્રણ વર્ષીય બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે સળગતા સ્ટવ થી રમતી વેળાએ આગ લાગવાના કારણે આ ઘટના બની હતી જેના કારણે આગે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેના કારણે 12 લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(8:44 pm IST)