Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

સોશિયલ મીડિયા પર ટામેટાની ચટણીને ખરાબ ગણાવતા નાઈજિરીયાની એક મહિલા પર થયો કેસ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા એક એવુ પ્લોટફોર્મ છે જ્યાં કઇ ને કઇ વાયરલ થતુ રહે છે. આ પ્લેટફોર્મ પર લોકો ખુલ્લેઆમ તેમના વિચારો વ્યક્ત કરતા રહે છે. જ્યાં ઘણા લોકો પોતાના વિચારો શેર કરતા અચકાતા નથી તો ક્યારેક એવુ પણ બોલી દેતા હોય છે જેના કારણે તેમને નુકશાન વેઠવુ પડે છે. એક નાઈજીરિયન મહિલાએ એક પ્રોડક્ટને લઇને પોતાના વિચારો શેર કરવા ભારે પડ્યા છે. આ મહિલાએ બજારમાંથી ટામેટાની ચટણી ખરીદી, પરંતુ તેને તેનો સ્વાદ પસંદ ન આવ્યો.તેથી તેણે પોસ્ટ કરી નાંખી. હવે આ કારણે લોકો સોશિયલ મીડિયા પર તેની ટીકા કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, નાઈજીરિયાની મહિલાનું નામ કિઓમા ઓકોલી છે, જે 39 વર્ષની છે. તેણે સોશિયલ મીડિયા પર ટોમેટો પ્યુરી બનાવતી કંપનીની બ્રાન્ડની ટીકા કરી હતી. જેના કારણે તેને જેલમાં જવું પડ્યું હતું. મહિલાની ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે સમયે તે તેના ચોથા બાળકને જન્મ આપવાની હતી. કિઓમા ઓકોલી 17મી સપ્ટેમ્બર 2023ના રોજ ચિઓમા એગોડી જુનિયર. નામ સાથે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ લખી. તેની મનપસંદ ટીનવાળા ટામેટાની ચટણી ન મળી, તેથી તેણે આ ચટણી લીધી હતી. જ્યારે તેણે ચટણી ખાધી ત્યારે તે ખૂબ જ મીઠી નીકળી. આ પછી તેણે ફેસબુક પર એક પોસ્ટ લખીને લોકોનો અભિપ્રાય માંગ્યો. લોકો કંપની અને તેની બ્રાન્ડની ટીકા કરવા લાગ્યા. આ પછી કંપનીએ દાવો કર્યો કે, આ પોસ્ટને કારણે  તેને મોટું નુકસાન થયું છે. કંપનીનો આરોપ છે કે મહિલાએ જાણીજોઈને ઓનલાઈન તેમનું નામ કલંકિત કર્યું છે. લોકોએ મિશ્ર પ્રતિભાવો આપ્યા હતા. કોઈએ લખ્યું કે, જો તમને તે પસંદ નથી, તો બીજી પ્રોડક્ટનો ઉપયોગ કરો. સોશિયલ મીડિયા પર નામ બદનામ કરવાને બદલે તમારે કસ્ટમર કેરને ફોન કરવો જોઈએ. 

(6:32 pm IST)