Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

૪૬થી ૬પની ઉંમરના લોકો ઉતરાવે છે કેન્સર માટે વીમો

નવી દિલ્હી તા. ર૯ :.. કેન્સરના કેસમાં દર વર્ષે ૧પ.પ૦ ટકાનો વધારો થઇ રહ્ના છે અને એમાંય મહિલાઓમાં બ્રેસ્ટ-કેન્સરની દરદીઓની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી છે. દર વર્ષે કેન્સરના જે દરદી ઉમેરાય છે એમાં બ્રેસ્ટ-કેન્સરના દરદીઓની સંખ્યા ર૪ ટકા જેટલી હોય છે. ર૦ર૦ સુધીમાં ભારતમાં કેન્સરના ૧૭.૩ લાખ નવા કેસ નોંધાશે એવું સ્ટડી જણાવે છે. કેન્સરના દરદીઓના કલેમની સંખ્યા પણ વધી રહી છે અને ૪પ થી પંચાવન અને પ૬ થી ૬પ વર્ષની ઉંમરના દરદીઓના સૌથી વધારે કલેમ આવે છે. મહિલાઓમાં બ્રેસ્ટ - કેન્સર અને સર્વાઇકલ કેન્સર જયારે પુરૂષોમાં ફેફસાં અને મોઢાના કેન્સરના દરદી વધારે હોય છે.

(4:09 pm IST)