Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

પુરૂષોની આ ખુબીને કારણે મળે છે સુંદર લાઈફ પાર્ટનર!!

તમે અત્યાર સુધી વિચારતા હશો કે સુંદર લાઈફ પાર્ટનર મેળવવા માટે સારો દેખાવ, સ્માઈલ અને વ્યકિતત્વ જ સૌથી જરૂરી ખૂબીઓ છે. પરંતુ, આ સંપૂર્ણ સત્ય નથી. એક અભ્યાસમાં દાવો કરાયો છે કે સુંદર લાઈફ પાર્ટનર મળવાનું રહસ્ય પુરૂષોની આંગળીઓમાં છુપાયેલું છે.

પુરૂષોની આંગળીઓ નક્કિ કરે છે તેની લાઈફ પાર્ટનર

હાલમાં જ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જે પુરૂષોની રીંગ ફિંગર (અનામિકા) લાંબી હોય છે, તેઓને જીવનમાં મનપસંદ સુંદર મહિલા મળે છે. આ અભ્યાસમાં ૫૦ એવા યુવા પુરૂષોનો સમાવેશ કરવામાં આવ્યો જે લાંબા સમયથી રીલેશનશીપમાં હતા અને પછી તેની લાઈફ પાર્ટનરને ધ્યાને લઈને અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં સામે આવ્યું કે, જે પુરૂષોની રીંગ ફીંગર તેમની ઈન્ડેક્ષ ફિંગર (તર્જની)થી મોટી હોય છે, તેની તરફ સ્લીમ ફીગરવાળી છોકરીઓ વધુ આકર્ષાય છે.

આ અભ્યાસ અનુસાર, પુરૂષોના જન્મની પહેલાનું વાતાવરણ એ વાત નક્કિ કરે છે કે, તેને જીવનમાં કેવી છોકરીનો સાથ મળશે. આ આધારે જે પુરૂષોની અનામિકા આંગળી વધારે લાંબી હોય છે. તેને અન્યની સરખામણીએ સુંદર અને  સ્લિમ ફિગરવાળી લાઈફ પાર્ટનર મળવાની સંભાવના ચાર ગણી વધારે હોય છે.

પુરૂષોની આ વાતથી મહિલાઓ આકર્ષાય છે

લાંબી રીંગ ફિંગરવાળા પુરૂષોમાં બહારનું આકર્ષણ સૌથી વધુ હોય છે. જ્યારે નાની રીંગ ફિંગરવાળા પુરૂષોમાં બોલવાની શાનદાર કવોલલીટી હોય છે. હોલીવુડમાં કેટલાય ફેમસ મેઇલ સેલીબ્રીટી છે જેની રીંગ ફિંગર લાંબી છે. જેમાં સર શૌન કોનરી, બ્રેડ પિટ અને કોલીન ફિર્થ જેવા લોકોનો સમાવેશ થાય છે.

(3:59 pm IST)