Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

કોર્ટ કેસમાં આ બિલાડી વળતરરૂપે કમાઇ પાંચ કરોડ

ન્યુયોર્ક તા. ર૯: અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા તાબાથા બુડેસન નામના ભાઇએ પાળેલી આ બિલાડી તેના અજીબોગરીબ લુકસ બદલ ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે. સતત ભવાં ચડાવેલા હોય એવા હાવભાવવાળી આ બિલાડીનું નામ જ પડી ગયેલું ગ્રમ્પી કેટ. આ બિલાડી ઇન્ટરનેટ પર જેટલી ફેમસ થઇ હતી એ જોતાં એક કોફી-કંપની તરફથતી તેના માલિકને આ બિલાડી માટે ઓફર મળી. કંપનીના કહેવા મુજબ તેઓ આ બિલાડીનો ચહેરો કોફી-કપમાં લોગો તરીકે વાપરવા માગતા હતા. માલિકે એ માટે ગ્રમ્પી કેટ નામની કંપની શરૂ કરી અને કોફી-કંપનીને કપ માટે આ બિલાડીનો ફોટોગ્રાફ વાપરવાની પરવાનગી આપી. એ માટે તેને તગડી મોડલિંગની રકમ પણ મળી. જોકે બન્ને વચ્ચેના કરાર મુજબ તસવીર માત્ર કોફી-કપ પર જ વાપરવાની સમજુતી હતી, પરંતુ કંપનીએ એ કરાર તોડીને અન્ય પ્રોડકટ્સમાં પણ એનો ઉપયોગ કરી લીધો. બિલ્લી તરફથી ગ્રમ્પી કેટ નામની કંપનીએ કોફી-કંપની વિરુદ્ધ કોર્ટકેસ દાખલ કર્યો અને સમજુતી-કરાર તોડીને બિલ્લીની તસવીરો વાપરીને કરારનો મિસયુઝ કર્યો હોવાનું સાબિત કર્યું. કોફી-કંપનીએ પણ પોતાના બચાવમાં ઘણી દલીલો કરી, પરંતુ કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટે બિલાડીની ફેવરમાં ચુકાદો આપ્યો અને કોફી-કંપનીને તેની ભુલ બદલ લભગ પાંચ કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો.

(3:49 pm IST)