Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

ટ્રમ્પ અને નિકી હેલી વચ્ચે ગુટરગૂ ચાલે છે?

ઇન્ડિયન-અમેરિકન રાજદૂત કહે છે કે હું કયારેય પ્રેસિડન્ટને એકાંતમાં નથી મળી

વોશીંગ્ટન તા.૨૯: યુનાઇટેડ નેશન્સમાં અમેરિકાના સિનિયર રાજદૂત નિકી હેલીએ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથેના તેમના પ્રેમસંબંધને લગતી અફવાઓને ખૂબ અપમાનજનક અને ઘૃણાસ્પદ ગણાવી છે. શુક્રવારે તેમણે કહ્યું હતું કે આ ખૂબ ખોટું છે.

 

ઇન્ડિયન-અમેરિકન નિકી હેલીએ કહ્યું હતું કે એક વાર હું એરફોર્સ વનમાં પ્રમુખનો મળી હતી, પણ અમે જે રૂમમાં હતા ત્યારે ત્યાં બીજા લોકો પણ હાજર હતા.

નિકી હેલીએ ન્યુયોર્કના લેખક માઇકલ વુલ્ફ દ્વારા હાલમાં તેમના વિવાદાસ્પદ પુસ્તક 'ફાયર એન્ડ ફયુરી'માં લગાડવામાં આવેલા પ્રેમસંબંધના આરોપ માટે જણાવ્યું હતું કે 'પુસ્તકમાં માઇકલ વુલ્ફ કહે છે કે હું ઓવલલ (રાષ્ટ્રપતિ ઓફિસ)માં પ્રમુખ સાથે મારી રાજકીય કારકિર્દી સંબંધે અનેક વાતો કરી રહી હતી. જોકે મેં પ્રમુખ સાથે કયારેય મારા ભવિષ્ય સંબંધે વાત નથી કરી અને હું કયારેય તેમની સાથે એકલી નહોતી'.(૧.૧૧)

(12:44 pm IST)