Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

પંખી સાથે મહિલાની અનોખી દોસ્તીઃ રોજ હથેળી પર બેસીને ચણે છે ચણ

લંડન તા. ર૮ : ઇંગ્લેન્ડની નોટિંગહેમ કાઉન્ટીમાં આવેલા એટનબરો નેચર રિઝર્વ પાસે રહેતી ૪૮ વર્ષની વિકી વેબ નામની મહિલા રોજ સવારે તેના ડોગીને લઇને ચાલવા નીકળે છે એ વખતે તેને મળવા લાલ ચાંચવાળુ એક પંખી પણ આવે છે. આ પંખી મહિલાની હથેળી પર બેસીને નિરાંતે ચણ ચણે છે.આ બન્નેનો નિત્યક્રમ હોવાથી હવે આ વિસ્તારના લોકો વિકીને બર્ડ વુમન કહીને બોલાવે છે છેલ્લા લગભગ એક વર્ષથી આ સિલસિલો શરૂ થયો છે. પહેલા વિકી જયરે તેના ડોગીને લઇને ચાલવા નીકળતી ત્યારે આ પંખી એના માળામાં બેઠેલું હોય, વીકી એને બોલાવવા મોંએથી સિટી વગાડતી. રોજ એ વ્હિસલ સાંભળીનેપંખી મોં બહાર કરતું અને તેની ફરતે એક ચકકર ફેરવીને પાછુ માળામાં ઘસી જતું વિકીને પણ આ ટચુકડુ પંખી ગમતું એટલે એક દિવસ તે ડોગને વોક કરાવવા નીકળતી વખતે પંખીને ખવડાવવાનું ચણ હાથમાંં લઇને નીકળી હથેળી ખોલીને તે પંખીના માળા પાસે બેઠી એટલે પંખીએ આવીને એમાંથી ચણ લઇને ઉડી જવાનું શરૂ કર્યું બસ, એ દિવસથી હવે રોજ વીકી ચાલવા નીકળે એટલે આ પંખી તેની આજુબાજુ ભમ્યા કરે છે અને હથેળી પર બેસીને ચણ ખાઇને પછી જ જાય છે.

(3:49 pm IST)