Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ક્રિસમસમાં તમારા ઘરમાં પાળેલા ડોગ્સને ચોકલેટથી દૂર રાખજો

જો તમારા ઘરમાં પાળેલા ડોગી હોય અને તમે ક્રિસમસના સેલિબ્રેેશનમાં ચોકલેટ્સનો ભરપુર ઉપયોગ કરવાના હો તો તમારા ડોગીને ચોકલેટથી દૂર રાખજો. ચોકલેટમાં થીઓબ્રોમાઇન નામનું કેમિકલ હોય છે જે ડોગીઝ માટેટોકિસન સમાન સાબિત થઇ શકે છે આ કેમિકલ કેફીન જેવું સ્ટિમ્યુલન્ટ છે જેનાથી ડોગીઝને પેટમાં ગરબડ થવી, હાર્ટબીટ્સ તેજ થઇ જવી, ડીહાઇડ્રેશન થવું, વાઇ આવવી જેવા રીએકશન્સ આવી શકે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ લિવરપુલના નિષ્ણાતોનું કહેવું છે કે ઘણા પાળેલા શ્વાનોને ચોકલેટનો સ્વાદ બહુ ગમતો હોય છે, પરંતુ એ તેમના માટે સેફ નથી.

(9:32 am IST)