Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ટુ ઇન વનઃ ગિફટ – બોકસ – કમ - કેક?

હવે તમારે કોઇકને કેક અને ગિફટ બન્ને મોકલવી હોય તો એનું અલગ-અલગ પેકિંગ કરવાની જરૂર નથી. આ સાથે મુકાયેલી તસવીરમાં કેક છે જેની અંદર જ ગિફટ મુકેલી છ.ે કેનેડાના ટોરોન્ટોમાં રહેતી જાતજાતની પેસ્ટ્રી અને કેક બનાવવા માટે જાણીતી ૪૦ વર્ષની યોલાન્ડા ગેમ્પ નામની મહિલાની આ કારીગરી છે. તાજેતરમાં તેણે એક રેપ-બોકસની રેસિપી યુટયુબ પર રજુ કરી છે. પહેલાં તે સ્પન્જ કેક બનાવે છે અને એને કાપીને બોકસ જેવો શેપ આપે છે જેની અંદર રેપ કરેલી ગીફટ મુકી દે છે. ત્યાર બાદ એ સ્પન્જ કેકને ક્રીમથી નહી પણ અન્ય ડેકોરેશન મટીરીયલથી એવી સજાવી દે છેકે એ લિટરલી એક પેક કરેલું બોકસ હોય એવું જ લાગે છે.

(9:32 am IST)